BHUJKUTCH

કાજલ હિન્દુસ્તાની સામે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ દાખલ કરવા ક્ચ્છ કલેકટર મારફતે મુખ્યમંત્રી,ગ્રહમંત્રી,અને આઇ જી,બોર્ડર રેન્જ ક્ચ્છને રાષ્ટ્રીય અલ્પસંખ્યક મુસ્લિમ કલ્યાણ સંગઠન દ્વારા લેખિત ફરિયાદ માટે પત્ર આપવામા આવ્યુ.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ.ભુજ ક્ચ્છ.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી,પ્રતિક જોષી.ભુજ ક્ચ્છ.

ભુજ તા -05 એપ્રિલ : લવ-જેહાદના નામે હિન્દુ-મુસ્લિમ સમાજના યુવક-યુવતીઓને બદનામ કરનારી કાજલ હિન્દુસ્તાની સામે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ દાખલ કરવા અને કચ્છ-મોરબીમાં તેમના પ્રોગ્રામો પર પ્રતિબંધ લગાવવા ક્ચ્છ જિલ્લા કલેકટર મારફતે ગૂજરાતના મુખ્યમંત્રીશ્રી અને ગ્રહમંત્રીશ્રી સાથે આઇ જી સાહેબ બોર્ડર રેન્જ ક્ચ્છને રાષ્ટ્રીય અલ્પસંખ્યક મુસ્લિમ કલ્યાણ સંગઠન દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી,ક્ચ્છ અને મોરબીમાં કાજલ હિન્દુસ્તાની પ્રોગ્રામમાં હિન્દુ સમાજની યુવતીઓ વિષે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી નારીશક્તિનો અપમાન કર્યું છે અને હિન્દુ સમાજની યુવતીઓને બદનામ કરવાની ગીનોની કોશિશ કરી છે ત્યારે બીજીબાજુ મુસ્લિમ સમાજના યુવકો માટે પણ જેહાદીઓ જેવા શબ્દોનો ઉપયોગ કરી મુસ્લિમ સમાજનું અપમાન કર્યું છે કચ્છ અને મોરબી જિલ્લામાં અઢારે વેણ, હિન્દુ – મુસ્લિમ ભાઈચારાથી રહે છે ત્યારે કાજલ હિન્દુસ્તાની જાતિવાદી વિચાર ધરાવતી પોતાના રોટલા શેકવા અને પોતાની પબ્લિક સિટી માટે હિન્દુ મુસ્લિમ યુવક-યુવતીઓને લવ-જેહાદ જેવી અભદ્ર ભાષાઓ બોલી ક્ચ્છ અને મોરબીમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા લવ-જેહાદના નામે હિન્દુ-મુસ્લિમ સમાજમાં કોમિવાદ કરી દંગા કરાવવાની કોશિશ કરવામાં આવી રહી હોય તેવું અમોને પ્રતીત થાય છે જ્યારે પૂરા દેશમાં હિન્દુ-મુસ્લિમ અને શીખ-ઈસાઈ ધર્મીની મોટી મોટી હસ્તીઓ ફિલ્મી હીરો હિરોઇનો દ્વારા કોઈ પણ ધર્મ જાતિના લોકો સાથે લગ્ન કર્યા છે ત્યારે કોઈ પણ વ્યક્તિ લવ જેહાદનો નામ નથી આપતો જ્યારે કાજલ હિન્દુસ્તાની ક્ચ્છ મોરબી જિલ્લામાં લવ જેહાદના નામે હિન્દી-મુસ્લિમ સમાજના યુવક યુવતીઓને ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરી છે જે નિવેદન આપ્યું છે તેની સત્ય તપાસ કરી તાત્કાલિક ધોરણે કાજલબેન જયવંત શિંગાળા ( ઉર્ફે કાજલ હિન્દુસ્તાની ) સામે કાનૂની કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવામાં આવે અને તેમના પ્રોગ્રામો પર પ્રતિબંધ લગાવવામાં માટે, રાષ્ટ્રીય અલ્પસંખ્યક મુસ્લિમ કલ્યાણ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ, રોશનઅલી સાંધાણી દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી જેમાં મુખ્ય હોદેદારો ક્ચ્છ જિલ્લાના પ્રમુખ અત્તાઉલ્લા ખાન, સિકંદર સમેજા, ઝકરિયા સુમરા, હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!