GUJARATKUTCHMUNDRA

SVEEP અંતર્ગત સમગ્ર કચ્છની શાળા કોલેજોમાં મતદાન જાગૃતિના પોસ્ટર્સ તૈયાર કરાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા ,તા – 07 એપ્રિલ  : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં SVEEP હેઠળ સમગ્ર જિલ્લાની વિવિધ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં મતદાન જાગૃતિ વિષયક પોસ્ટર નિર્માણ જેવી નવતર પ્રવૃત્તિના માધ્યમથી મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.કચ્છના ભુજ, ગાંધીધામ, અંજાર, નખત્રાણા, માંડવી, રાપર સહિતના તમામ તાલુકા મથકો અને મોટા ગામોની શાળાઓ અને કોલેજો દ્વારા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે ચૂંટણી થીમ આધારિત પોસ્ટર્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર્સ સ્પર્ધામાં જિલ્લામાં લગભગ ૧૫૦ કરતા પણ વધુ શાળા કોલેજોએ ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પોસ્ટરની થીમ મતદાન જાગૃતિની રહી હતી. પોસ્ટર નિહાળી મતદાર મતદાન પ્રત્યે ઉત્સાહિત તેમજ જાગૃત બનશે એવી ભાવના વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં ૧૫૦ કરતા પણ વધુ સ્થળોએ આવા પોસ્ટરો બનાવવામાં આવ્યા હતા.જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, નાયબ ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કચ્છ અને SVEEP નોડલ અધિકારીશ્રી બી.એમ.વાઘેલા નેતૃત્વ હેઠળ SVEEP પ્રવૃત્તિઓનું જિલ્લામાં સંકલન મદદનીશ નોડલશ્રી જી.જી.નાકર, શ્રી શિવુભા ભાટી અને તેમની તાલુકા કક્ષાની ટીમો સંભાળી રહી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!