GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ગણદેવી તાલુકાની ડી.આઇ.કે.કન્યા વિદ્યાલય ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઇ

ચિત્રો દ્વારા વિદ્યાર્થીનીઓએ કલાત્મક રીતે મતદાનનું મહત્વ સમજાવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની શ્રીમતી ડી.આઇ.કે.કન્યા વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સહિત વાલીઓને મતદાન અંગે જાગૃત કરવા માટેના વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે. તાજેતરમાં એક ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં ૩૧ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો તથા પોતાના ચિત્રો દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં વાલીઓને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.વિદ્યાર્થીનીઓ દ્વારા કલાત્મક રીતે મતદાનનું મહત્વ ચિત્રો દ્વારા સમજાવવામાં આવ્યું હતું. શાળા દ્વારા આ મતદાન જાગૃતિ અભિયાન નવસારી જિલ્લા કલેકટર, જિલ્લા શિક્ષણ વિભાગના માર્ગદર્શન તેમજ શાળાના આચાર્યા શ્રીમતિ મિત્તલબેન  દેસાઈની પ્રેરણાથી તથા શાળાના ઉત્સાહી શિક્ષકોના સહયોગ દ્વારા સફળતા પુર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!