BHUJGUJARATKUTCH

કચ્છ કલેક્ટરશ્રીની કચેરી ખાતે નોડલ ઓફિસર એક્સપેન્ડીચર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને ચૂંટણી ખર્ચ સમીક્ષા બેઠક યોજાઈ.

ચૂંટણી દરમિયાન ખર્ચ સબંધિત વિવિધ ટીમોની કામગીરીની સમીક્ષા કરીને માર્ગદર્શન પુરું પાડતા ખર્ચ ઓબ્ઝર્વરશ્રીઓ.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ

 

ભુજ, તા-15 એપ્રિલ  : લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા ખર્ચ ઓબ્ઝર્વર્સશ્રીને વિવિધ ટીમની કામગીરીથી અવગત કરાવવા નોડલ ઓફિસર એક્સપેન્ડીચર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને આજરોજ કચ્છ કલેક્ટરશ્રીની કચેરીમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નોડલ ઓફિસર એક્સપેન્ડીચર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ એક્સપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રી કે. અશોકકુમાર અને શ્રી પ્રમોદ દત્તાને આવકારીને પ્રેઝેન્ટેશનના માધ્યમથી તૈયારીઓ અંગેની જાણકારી આપી હતી.નોડલ ઓફિસર એક્સપેન્ડીચર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ ચૂંટણી ફરજો માટે નિયુક્ત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, મદદનીશ ખર્ચ નિરિક્ષકો, ખર્ચના નોડલ અધિકારીશ્રીઓ, સભ્ય સચિવશ્રી એમ.સી.એમ.સી., ચૂંટણી ફરજનો સ્ટાફ, ચૂંટણી કામગીરી અંગેની તાલીમ, આચારસંહિતાનું અમલીકરણ, સી- વિજિલ એપ તેમજ હેલ્પલાઇન પર આવેલી આચારસંહિતા ભંગની ફરિયાદો અને તેના નિવારણ માટે કરાયેલી કામગીરી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની તૈયારી, એસએસટી, વીવીટી, એફએસટી અંગે ઝીણવટભરી વિગતોથી બંને એક્સપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રીને અવગત કરાવ્યા હતા.  એક્સપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રીએ ખર્ચ ટીમની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરીને ચૂંટણી દરમિયાન ચોક્કસાઈથી કામગીરી કરવા ઉપર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, ચૂંટણી ખર્ચ, જીપીએસ ટ્રેકિંગ, સિંગલ વિન્ડો સિસ્ટમ, એફએસટી, એસએસટી અને વીવીટી સહિતની ટીમો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી વધુ સુદ્ઢતાથી થઈ શકે તે માટે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.  આ સમીક્ષા બેઠક દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈ, મદદનીશ ચૂંટણી અધિકારી ગાંધીધામશ્રી સુરજ સુથાર, આસિસટન્ટ નોડલ એક્સપેન્ડીચર ઓફિસરશ્રી આર.આર.રાવલિયા, લીડ બેંક મેનેજરશ્રી, એક્સાઈઝ ડીપાર્ટમેન્ટ અને ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!