માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૬ એપ્રિલ
વલસાડના મોગરાવાડીના અમીના ચાલ, રેલવે સ્ટેશનની સામે રહેતા (મૂળ રહે.અબ્રામા નિશાળ ફળિયા) ૨૨ વર્ષીય સંગીતાબેન પિયુષભાઈ સોલંકી તા. ૦૪ એપ્રિલ ૨૦૨૪ના રોજ સવારે ૯-૩૦ વાગ્યે પોતાના ઘરેથી તેમની ફોઈ શોભનાબેનને કોલેજ જાઉ છું એમ કહી કશે જતા રહ્યા હતા. જે આજદિન સુધી ઘરે પરત ફર્યા નથી અને તેમની કોઈ ભાળ મળી નથી. ગુમ થનાર સંગીતા મધ્યમ બાંધો, ઘઉં વર્ણ અને ૫ ફૂટ ઉંચાઈ ધરાવે છે. તેણીએ લાલ કલરનું ફ્રોક, બ્લ્યુ કલરનું જીન્સ અને ચપ્પલ પહેરી હતી. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જો કોઈને આ યુવતીની ભાળ મળે તો વલસાડ સીટી પોલીસ સ્ટેશને જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.