GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર SOG પોલીસે ગેરકાયદેસર હથિયાર ધારણ કરી સોશ્યલ મીડીયામાં ફોટો અપલોડ કરતા ઈસમને દબોચી લીધો

તા.19/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ એચ.જે. ભટ્ટના માર્ગદર્શન હેઠળ સોશ્યલ મીડિયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર ઈસમની તપાસ કરી પકડી પાડી ફોટો અપલોડ કરનાર મજકુર ઈસમનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ રાકેશભાઈ ઉર્ફે રાહુલભાઈ નવઘણભાઈ ઝીંઝુવાડીયા રહે. હનુમાન પરા, ટી.બી. હોસ્પીટલની પાછળ સુરેન્દ્રનગર મુળ રહે. તરમણીયા સુરેન્દ્રનગર વાળા હોવાનું જણાવેલ હતું પોતે ફોટામાં ધારણ કરેલ હથિયાર પોતાના સબંધી શંકરભાઈ રૂપાભાઈ ઉદેશા રહે. સુજાનગઢ, તા.મુળી,સુરેન્દ્રનગર વાળાનું પરવાના વાળુ હથીયાર હોવાનું જણાવી જેથી ઈસમ રાકેશભાઈ ઉર્ફે રાહુલભાઈ હથીયારનો પરવાનો ધરાવતા ન હોવા છતા તેમજ પરવાના ધારક શંકરભાઈ પોતાનું પરવાનાવાળુ હથીયાર આ રાકેશભાઈ ઉર્ફે રાહુલભાઈના ઓને કબ્જામાં આપેલ અને રાકેશભાઈ ઉર્ફે રાહુલભાઈએ ઈન્સ્ટાગ્રામ ઉપર હથીયાર સાથે ફોટો અપલોડ કરેલ હોય જેથી ઈસમ રાકેશભાઈ ઉર્ફે રાહુલભાઈ ઉર્ફે નવઘણભાઈ ઝીંઝુવાડીયા રહે. હનુમાનપરા ટીબી હોસ્પીટલની પાછળ સુરેન્દ્રનગર મુળ રહે. તરમણીયા લખતર સુરેન્દ્રનગર શંકરભાઈ રૂપાભાઈ ઉદેશા રહે. સુજાનગઢ મુળી સુરેન્દ્રનગર વાળા ઉપર મુળી પોલીસ સ્ટેન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!