Dang: વઘઈનાં ડુંગરડા ગ્રુપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ દ્વારા મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ડુંગરડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવી ફરિયાદ ઊઠવા પામી છે.ત્યારે ગામનાં જાગૃત નાગરિકોએ આ મામલે ડાંગ જિલ્લા કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી હતી. તેમજ મનરેગા યોજના હેઠળની કામગીરી બંધ કરવામાં આવે અને સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.વઘઈ તાલુકાનાં ( ગીરા) દાબદર ગામ ખાતે ગૃપ ગ્રામ પંચાયત ડુંગરડાનાં મહિલા સરપંચ વસંતીબેન ચૌધરી દ્વારા ગામનો વિકાસ કરવામાં આવેલ નથી.ત્યારે માત્ર કાગળ પર જ કામગીરી બતાવીને મોટા પ્રમાણમાં નાણાની ઉચાપત કરવામાં આવી રહી હોય તેવા આક્ષેપો સાથે ડુંગરડા ગ્રુપ ગ્રામ પંચાયતનાં જાગૃત આગેવાનોમાં ધનજીભાઈ ફતુભાઈ ભોયે અને મુકેશ ઉખરડિયાએ કલેકટરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.ગ્રુપ ગ્રામ પંચાયત ડુંગરડાનાં આગેવાનોમાં ધનજીભાઈ ફતુભાઈ ભોયે અને મુકેશ ઉખરડિયા એ ફરિયાદ કરતા જણાવ્યુ છે કે રિઝર્વ ફોરેસ્ટમાં જે.સી.બી.થી લેવલીંગ કરેલ છે.અને 2022-23માં પ્રો.ફોરેસ્ટમાં જેસીબીથી લેવલીંગ કરેલ છે,જેમાં 1.સતુંભાઈ ફુલજુભાઈ ભુરકુંડ, 2. રમણભાઈ ઈકલભાઈ 3. સુરેશભાઈ શિવાભાઈએ જેસીબીથી લેવલિંગ કરેલ છે.તેમજ સંતુભાઈ કાસ્યાભાઈ ભડાગેને 2022-23 ના વર્ષમાં આંબા કલમ જે મનરેગા યોજના હેઠળ આપવામાં આવ્યા હતા.ત્યારે તે પણ ખર્ચના નાણા ઉપાડી લેવામાં આવેલ છે.ડુંગરડા ગામે એક ખેડૂતના નામે માત્ર ચાર થી પાંચ કલાક કામગીરી કરી પૈસા ઉપાડી લીધેલ છે.વધુમાં જી.આર.એસ.રમેશભાઈ કુંવરનાઓ ગૃપ ગ્રામ પંચાયત ડુંગરડા ખાતે ફરજ બજાવતા હતા.જેથી તેમણે જી.ઓ.ટેક કરેલ હતુ.અને મંજૂરી વગર જે.સી.બી.નાં માલીક નામે સુનિલભાઈ છગનભાઈ ભોયેનાં મેળાપીપણામાં જેસીબી મોકલેલ હતુ.પરતું અહી પણ વહીવટી મંજુરી તો આપવામાં જ આવી જ નહોતી.તેમ છતાં પણ જી.આર.એસે કામ કરાવેલ છે.ખેડૂત ધનજભાઈ ફતુભાઈ ભોયે અને ગમનભાઈ સનતુભાઈ ભોયે તથા અખાત સોનુભાઈ પવારનાઓએ લેવલીંગ કરેલ છે તેમને 7 થી 8 માસ જેટલો સમય વીત્યો છતા પણ મહિલા સરપંચે ફાઈલ પર સહિ કરી નથી.જેના કારણે આજ દિન સુધી પેમેન્ટ થયેલ નથી.ત્યારે ગરીબ લોકોનાં વિકાસનું કામ અટકી ગયુ હોય તેવું જોવા મળી રહ્યું છે.તેમજ સિતર્યા ચુન્યાભાઈનાં ખેતરમા પથ્થર પાળાની દિવાલ બનાવવામાં આવેલ છે.જેની મંજૂરી સુધ્ધા મળેલ નથી.અને એના પેમેન્ટને 7-8 માસ થયેલ હોવા છતા પગાર મળેલ નથી.ડુંગરડા ગામે ફોરેસ્ટ ડિપાર્ટ મેન્ટ તરફથી પથ્થરની દિવાલ બનાવેલ છે. જે દિવાલને વારંવાર બતાવી પંચાયતનાં મહિલા સરપંચ દ્વારા ખર્ચ પાડી નાણાની ઉચાપત કરેલ છે.સ્થાનિકો દ્વારા આ મામલે મહિલા સરપંચને કંઈ પણ પૂછવામાં આવે છે તો મહિલા સરપંચનાં પતિ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.અને સ્થાનિકોને ત્યાંથી ભગાવી દેવામાં આવે છે.તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહયા છે.ત્યારે ડુંગરડા ગ્રુપ ગ્રામપંચાયતમાં મનરેગા કામગીરીની તટસ્થ સ્થળ તપાસ કરવામાં આવે તેવી આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે..