KALOL(Panchamahal)PANCHMAHAL
હરકુંડી ગામે નજીવી બાબતે ત્રણ ઈસમોએ ધાક ધમકી આપી માથામા પથ્થર મારતા એક ઈજાગ્રસ્ત
તારીખ ૦૨/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
હરકુંડી ગામે ધરમપુરી ફળિયામાં લગ્નનો વરઘોડો નીકળ્યો હતો આ વરઘોડામાં અનિલભાઈ અરવિંદભાઈ રાઠોડ યુવરાજભાઈ અરવિંદભાઈ રાઠોડ અને અરવિંદભાઈ મંગળભાઈ રાઠોડ બોલાચાલી કરતા હતા જેથી ફરિયાદી મફતભાઈ મનુભાઈ રાઠોડ બોલાચાલી કરશો નહીં કોઈનો પ્રસંગ બગાડશો નહીં તેવો ઠપકો આપતા તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્રણેવ ઇસમોએ ધમકી આપી હતી. વરઘોડા બાદ રાત્રિના ૧૧ કલાકે ફરિયાદી તેઓના ઘરે કહેવા ગયા હતા ત્યારે અરવિંદભાઈ મંગળભાઈએ ફરિયાદી મફતભાઈ ને માથામાં પથ્થર મારી દેતા લોહી નીકળ્યું હતું અને તેઓ બેભાન થઈ ગયા હતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દવા સારવાર કરાવ્યા બાદ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.