વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- બિમલભાઈ માંકડ – રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ, રવિવાર : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે કચ્છ મોરબી લોકસભા બેઠક ઉપર મત ગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ ભુજ ખાતે આવેલી સરકારી એન્જિનિયરીંગ કોલેજ ખાતે યોજાનારી છે. આ મતગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે નિયત રસ્તાઓ ઉપર ભારે વાહનોને આવવા પર પ્રતિબંધ મુકવો જરૂરી જેથી અમિત અરોરા, જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ – ભુજ એ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે ફરમાવેલ છે કે, તા.૦૪/૦૬/૨૦૨૪ના સવારના ૦૫.૦૦ કલાકથી મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી કોઈ પણ વાહનો સહયોગ નગર ચાર રસ્તા તરફથી ભુજ સરકારી એન્જિનિયરીંગ કોલેજ સુધી તેમજ એસ.વી.સી.ટી. ચાર રસ્તા તરફથી ભુજ સરકારી એન્જિનિયરીંગ કોલેજના રસ્તા ઉપર પસાર થઈ શકશે નહીં. આ રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વાહનો એસ.વી.સી.ટી. ચાર રસ્તા તરફથી ભુજ સરકારી એન્જિનિયરીંગ કોલેજ તરફ આવતા વાહનો તેમજ સહયોગ નગર ચાર રસ્તા તરફથી ભુજ સરકારી એન્જિનિયરીંગ કોલેજ તરફ આવતા વાહનો પ્રિન્સ રેસીડેન્સી ત્રણ રસ્તા તરફથી જઈ શકશે. આ જાહેરનામું સરકારી ફરજ પરના વાહનો, ફાયર ફાઇટર/એમ્બ્યુલન્સને લાગુ પડશે નહીં. ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉમેદવારો તથા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓના વાહનો અવરજવર કરી શકશે તેમજ સરકારી એન્જિનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા તથા વસવાટ કરતા વ્યક્તિઓના વાહનો તથા સ્કૂલ બસ તથા પાણીના વાહનો અવર જવર કરી શકશે. આ ઉપરાંત, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ અધિકૃત કરે તેવા વાહનો પસાર થઈ શકશે.