MORBl :ગુરુ નો મહિમા! ગુરુ ની પ્રતિમા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજતા વિઠ્ઠલભાઇ ચીખલીયા!
ગુરુ નો મહિમા! ગુરુ ની પ્રતિમા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજતા વિઠ્ઠલભાઇ ચીખલીયા!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ગુરુ ગોવિંદ દોનું ખડે કોને લાગુ પાય બલિહારી ગુરુ દેવ કી જેને ગોવિંદ દિયો બતાય ગુરુ નાં ગુણ નો નહિ પાર , ભક્તિ ખાંડા કેરી ધાર નુગરા જાણે શું સંસાર , ગુરુ છે આતમ નો ઉદ્ધાર ખરેખર ભક્તિ તલવાર ની ધાર સમાન છે.. પરમ પદ ને પામવા સદ્ગુ ગુરુ નાં શરણ અને સાનિધ્ય ની જરૂર પડે છે.
ગુણિયલ સદ્ ગુરુ સેવન થકી પરમાત્મા સુધી પહોંચી શકાય છે. આ સત્ય મોરબીમાં રહેતા વિઠ્ઠલભાઇ માવજીભાઈ ચીખલીયા નેં સમજાયું છે. જેમણે તેના બ્રહ્મલીન થયેલા ગુરુની મૂર્તિ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજ્યો હતો. એમાં તેમને તેમના તમામ સગા વ્હાલા મિત્ર મંડળ અને સંબંધીઓને બોલાવ્યા હતા અને મહાપ્રસાદ નું આયોજન કર્યું હતું. મોરબી થીં ૨૫ કીલોમીટર દૂર રોડ થી અંદરના ભાગે આવેલા દેરાળા ગામ પાસે જખવાડા હનુમાનજી મંદિર આવેલું છે. જ્યાં લખીરામ બાપુ રહેતા હતા જે મોરબીમાં રહેતા વિઠ્ઠલભાઈ ચીખલીયાના ગુરુ હતા. જ્યાં વિઠ્ઠલભાઈ અવાર-નવાર આ જખવાડા મંદિરે હનુમાનજીના દર્શને તેમજ ગુરુના દર્શન આવતાં હતાં. જે લખીરામ બાપુ બ્રહ્મલીન થતા તેમનાં શિષ્ય વિઠ્ઠલભાઇ ચીખલીયા દ્વારા તેમની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જખવાડા હનુમાનજી મંદિર ખાતે યોજાયો હતો. જ્યાં સવારથી ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જળયાત્રા ગણેશ આગમન, વાસ્તું હવન શ્રીફળ હવન જેવા ધાર્મિક કાર્યક્રમો કરીને મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા કર્યો હતો. જેની ગુરુ પ્રત્યે ની ભાવના જોડાયેલી હતી જે બહુ ઓછા લોકો કરતા હોય છે.