વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-મુન્દ્રા કચ્છ.
સંપાદકનો સારાંશ APSEZ નેશ્યામાપ્રસાદમુખર્જીપોર્ટકોલકાતાખાતેકન્ટેનરસુવિધાનોપાંચવર્ષનોO&M કોન્ટ્રાક્ટઆપવામાંઆવ્યો.
આસાથે APSEZ ભારતનાપૂર્વકિનારેસૌથીમોટીકન્ટેનરહેન્ડલિંગફેસિલિટીસ્થાપિતકરેછે.
પોર્ટપરAPSEZ નીહાજરીકોલંબોઅનેવિઝિંજામખાતેનાટ્રાન્સશિપમેન્ટહબસાથેસિનર્જીચલાવવામાંમદદકરેતેવીશક્યતા.
મુન્દ્રા, તા-08 જૂન 2024: ભારતના સૌથી મોટા પોર્ટ ડેવલપર-કમ-ઓપરેટર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડને (APSEZ)કન્ટેનર સુવિધાના સંચાલન અને જાળવણી (O&M) માટે લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) પ્રાપ્ત થયો છે.APSEZ એ સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદરનો નેતાજી સુભાષ ડોકનો પાંચ વર્ષનો O&M કોન્ટ્રાક્ટ જીત્યો છે.સફળ બિડરને સ્વીકૃતિ પત્રની (LOA) તારીખથી સાત મહિનાની અંદર કાર્ગો હેન્ડલિંગના સાધનો જમાવવાનારહેશે.
નેતાજી સુભાષ ડોક એ ભારતના પૂર્વ કિનારે આવેલ સૌથી મોટું કન્ટેનર ટર્મિનલ છે. તેણે FY2023-24માં લગભગ 0.63 મિલિયન TEUsનું સંચાલન કર્યું હતું, જેમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, આસામ, ઉત્તરપૂર્વીય પહાડી રાજ્યો અને નેપાળ અને ભૂટાનના લેન્ડલોક પડોશી દેશોનો સમાવેશ થાય છે.
કોલકાતા બંદર ઇનલેન્ડ વોટર ટ્રાન્ઝિટ અને ટ્રેડ રૂટ પર ભારત-બાંગ્લાદેશ પ્રોટોકોલ માટે નામાંકિત બંદર છે. નેતાજી સુભાષ ડોક પર સિંગાપોરના હબ બંદરો, પોર્ટ કેલાંગ અને કોલંબોથી નિયમિત લાઇનર સેવાઓઆવે છે. આ ડોક પર APSEZ નાઓપરેશનથી ટર્મિનલ અને તેના કન્ટેનર બંદરો વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધરોથાય તેવી શક્યતા છે, ખાસ કરીને વિઝિંજમ અને કોલંબો ખાતેના ટ્રાન્સશિપમેન્ટ હબ સાથે કે જે એકાદ વર્ષમાં ચાલુ થવાનું લક્ષ્યાંકિત અનુમાન છે.
APSEZ ના પૂર્ણકાલીન ડાયરેક્ટર અને CEO અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે, “નેતાજી સુભાષ ડોકનોકન્ટેનર હેન્ડલિંગ ફેસિલિટી માટે O&M કોન્ટ્રાક્ટનો એવોર્ડ દેશભરમાં APSEZ બંદરો અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. ભારતમાં અને બહાર વિવિધ કન્ટેનર ટર્મિનલ્સના કાર્યક્ષમ સંચાલનના બે દાયકાથી વધુનાઅમારા અનુભવથી ગ્રાહકો અને રાજ્યના લોકોને ફાયદો થશે.”અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ વિશે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી જૂથનો એક ભાગ એક પોર્ટ કંપનીમાંથી ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ યુટિલિટીમાં વિકસિત થયો છે. તે પોર્ટ ગેટથી ગ્રાહક ગેટ સુધી એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન પ્રદાન કરે છે. તે પશ્ચિમ કિનારે 7 વ્યૂહાત્મક સ્થિત બંદરો અને ટર્મિનલ્સ (ગુજરાતમાં મુન્દ્રા, તુના, દહેજ અને હજીરા, ગોવામાં મોર્મુગાઓ, મહારાષ્ટ્રમાં દિઘી અને કેરળમાં વિઝિંજામ) અને 8 બંદરો અને ટર્મિનલ્સ સાથે ભારતમાં સૌથી મોટું બંદર વિકાસકર્તા અને ઑપરેટર છે. ભારતના પૂર્વ કિનારે (પશ્ચિમ બંગાળમાં હલ્દિયા, ઓડિશામાં ધામરા અને ગોપાલપુર, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ અને ક્રિષ્નાપટ્ટનમ, તમિલનાડુમાં કટ્ટુપલ્લી અને એન્નોર અને પુડુચેરીમાં કરાઈકલ, જે દેશના કુલ પોર્ટ વોલ્યુમના 27% નું પ્રતિનિધિત્વ કરે છે. બંને દરિયાકાંઠાના વિસ્તારો અને અંતરિયાળ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં કાર્ગો હેન્ડલ કરે છે, કંપની કોલંબો, શ્રીલંકામાં ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પણ વિકસાવી રહી છે, ઇઝરાયેલમાં હાઇફા પોર્ટ અને તાંઝાનિયાના દાર એસ સલામ પોર્ટમાં કન્ટેનર ટર્મિનલનું સંચાલન કરે છે.પોર્ટ સવલતો, મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક, ગ્રેડ A વેરહાઉસ અને ઔદ્યોગિક આર્થિક ઝોન સહિતની સંકલિત લોજિસ્ટિક્સ ક્ષમતાઓ ધરાવતાં અમારા પોર્ટ્સ ટુ લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ ધરાવે છે. કારણ કે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓથી ભારતને ઓવરઓલ ફાયદો થવાનો છે. અમારું વિઝન આગામી દાયકામાં વિશ્વના સૌથી મોટા બંદરો અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ બનવાનું છે. 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનાવવાના વિઝન સાથે APSEZ વિજ્ઞાન-આધારિત લક્ષ્યાંક પહેલ (SBTi) સાઇન કરનાર પ્રથમ ભારતીય અને વિશ્વનું ત્રીજું બંદર છે.ગ્લોબલ વોર્મિંગથી બચવાતે 1.5°C નિયંત્રણ માટે ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો માટે પ્રતિબદ્ધ છે.