વિજાપુર મહાદેવપુરા(ગ) ગામે કાર ચાલકને ગાડી ધીમી ચલાવવા નું કહેતા આધેડને છરી જેવા હથિયાર વડે હાથે ઇજા કરી
સારવાર લઈ કાર ચાલક સામે ફરીયાદ નોંધાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના મહાદેવપુરા (ગવાડા) ગામે પાન પાર્લર કરીયાના ની દુકાન આગળ ઉભેલા આધેડ પુરુષે ગામના ગાડી લઇ નીકળેલ ઇસમને ગાડી ધીમી હંકારવા નું કહેતા ગાડી ચાલક ઇસમે આધેડને છરી જેવા હથિયાર વડે હાથે ઇજાઓ કરતા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો માંથી મળતી માહીતી મુજબ મહાદેવપુરા (ગવાડા)ગામે કરીયાના પાર્લર ની દુકાન આગળ પ્રવિણભાઇ ખેમાભાઈ પટેલ ગામના સરપંચ સહિત અન્ય ચાર જણા ભેગા મળી વાતો કરતા હતા. તે સમયે ગામના યોગેશભાઈ નારાયણ ભાઈ પટેલ સામેથી ગાડી ચલાવી આવી રહેલ તેઓને ઉભા રાખી ગાડી કેમ ફૂલ ઝડપે ચલાવો છો કોઈનો અકસ્માત થઈ જાય તેવી ના ચલાવો ગાડી ધીમી ચાલાવો કહીને ઠપકો આપતા યોગેશભાઈ પટેલે ગાડી માં મુકેલ છરી જેવો હથિયાર કાઢી ને ઉશ્કેરાઈ જઈને પ્રવિણભાઇ પટેલ ના જમણા હાથના ભાગે હથિયાર વડે ત્રણ જેટલા ઘા મારી લોહી લુહાણ કરતા સારવાર માટે દવાખાના માં લઈ જવાયા હતા. જ્યાં સારવાર લઇ પોલીસ મથકે યોગેશ પટેલ સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.