વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આવેલ પેટ્રોલ પંપ પર ફાયર સેફટીના અભાવ ને લઈને અનેક ફરિયાદ ઊઠવા પામી છે.પેટ્રોલ પંપ સંચાલક દ્વારા કોઈપણ ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં આવેલ નથી.ત્યારે સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટી ને લઈને પરિપત્ર બહાર પાડવામાં આવી રહ્યા છે અને કેટલીક જગ્યાઓ પર સીલ પણ લગાવવામાં આવેલ છે.ત્યારે અહીં પેટ્રોલ પંપ સંચાલક સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.આહવા ખાતે આવેલ સંકેત રમેશચંદ્ર શાહ નામના વ્યક્તિના પેટ્રોલ પંપ ચલાવતી એજન્સી દ્રારા ફાયર સેફ્ટી ની કોઇ પણ પ્રકારની સુવિધા રાખવામાં આવતી નથી. પેટ્રોલ પંપ ઉપર ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળી રહ્યો છે. જોકે દરેક પેટ્રોલ પંપ ઉપર ફાયર સેફટી ડિવાઇસ હોવા જરૂરી છે. અને સાથે જ રેતી ભરેલી ડોલ હોવી પણ જરૂરી છે. જેથી આગ લાગવાની પરિસ્થિતિમાં સાધનોના ઉપયોગથી આગ પર કાબુ મેળવીને અઘટિત ઘટનાને કે દુર્ઘટના ને ટાળી શકાય. પરંતુ અહીં ફાયર સેફ્ટી અંગેની કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવેલ નથી.વધુમાં અહી સંચાલકો દ્વારા રોજેરોજ હજારો લીટર પેટ્રોલ કારબાઓમાં ભરી આપવામાં આવે છે.જો અહી કઈ થાય તો જવાબદારી કોની.ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે,રાજકોટ ખાતે થયેલ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફ્ટી ને લાઈન તપાસ હાથ ધરવામાં આવી હતી.તેમજ કેટલીક જગ્યાએ ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળતા જે તે સ્થળ પર સીલ પણ લગાવવામાં આવેલ છે. તેવામાં અહીં પેટ્રોલ પંપ સંચાલક દ્વારા ખુલ્લેઆમ નીતિ નિયમોના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે. પેટ્રોલ પંપ પર ફાયર સેફ્ટી,ઑનલાઇન પેમેન્ટ,વાહનમાં હવા ભરવાની વગેરે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.પેટ્રોલ પંપ પર પેટ્રોલ – ડીઝલ ભરાવવા આવતા વાહનચાલકોમાં છેલ્લા કેટલાક દિવસથી ફરિયાદ ઉઠવા પામી છે કે,પેટ્રોલ પંપ પર કટ મારવામાં આવી રહ્યો છે,નિયત માત્રા કરતાં ઓછું પેટ્રોલ ભરવામાં આવી રહ્યું છે. ડિસ્પ્લે પર જેટલું પેટ્રોલ બતાવવામાં આવે છે તેના કરતાં ઓછું પેટ્રોલ ટેન્ક માં ભરવામાં આવે છે. અને જો કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા ઈચ્છે તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ સંચાલક દ્વારા કરવા દેવામાં આવતો નથી. ઘણી વખત ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રોકડ રૂપિયા લેવા આવતા લોકો પાસેથી 500 થી 100 રૂપિયા લેવામાં આવી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.તેમજ પેટ્રોલ પંપ સંચાલક દ્વારા પોતાની મનમાની ચલાવી લેવામાં આવતી હોવાની લોક ચર્ચા પણ જોવા મળી રહી છે. અહીં નિયત માત્રા કરતા ઓછું પેટ્રોલ ભરવામાં આવી રહ્યું છે ત્યારે તોલ માપ વિભાગ દ્વારા પણ અહીં સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. અને ફાયર સેફ્ટી ને લઈને વહીવટી તંત્ર દ્વારા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.