
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : હફસાબાદ ગામે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયા એ ગાય દોહી, રાજુ કરપડા પણ દોહી ગાય પશુપાલકો સાથે નજીકતા અને પ્રેમ દાખવ્યો
મોડાસા તાલુકાના હફસાબાદ ગામે આજે ખાસ દ્રશ્ય સર્જાયું જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ પશુપાલકો સાથે સીધો સંવાદ કર્યો અને તેમની સમસ્યાઓને સમજવા માટે તેમના ઘેર આવી પહોંચ્યા.આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડાએ ગામમાં આવેલા તબેલામાં જઈને ગાયોને દોહી, અને પછી પશુપાલકોના ઘેર ચા પીધી હતી. એ સમય દરમ્યાન બંને આગેવાનોે પશુપાલકો સાથે પોતાના અનુભવ વહાવ્યા તેમના હિત માટે આમ આદમી પાર્ટીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આ પ્રસંગે ગ્રામજનો અને પશુપાલકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. નેતાઓએ જણાવ્યું કે સાબરડેરી દ્વારા પશુપાલકો સાથે જે વર્તન થયું એના માટે આમ આદમી પાર્ટી તેમનો અવાજ બનશે.
ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ કહ્યું: “અમે માત્ર ચૂંટણીના સમયે નહિ, પણ દિવસો અને તબેલાઓમાં આવીને તમારા દુ:ખદર્દને સમજવા માગીએ છીએ. આમ આદમી પાર્ટી તમારા હક્ક માટે લડી રહી છે અને લડશે.”
રાજુ કરપડાએ ઉમેર્યું:“પશુપાલન ગુજરાતની આર્થિક રીડ છે. જ્યારે દૂધના ભાવમાં અન્યાય થાય છે ત્યારે આપણે મૌન રહી શકીશું નહીં. આપણે આ અવાજ વિધાનસભા સુધી લઈ જઈશું.”આ કાર્યક્રમને કારણે હફસાબાદ સહિત આજુબાજુના વિસ્તારોમાં આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોમાં આત્મીયતા અને આશા સર્જાઈ છે.




