KALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર પોલીસે 35 કિલો જેટલો શંકાસ્પદ માસનો જથ્થો કબજે કરી પરીક્ષણ અર્થે મોકલી કાર્યવાહી કરી
તારીખ ૦૯/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ દ્વારા ખેડા ફળિયા ખાતે ચાંદાની વાડીમાં રહેતા સોકત ઉર્ફે ગોગો અબ્દુલ રહીમ પાડવા ના રહેણાંક મકાનમાંથી કાળા કલરની પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલો ૩૫ કિલો જેટલો શંકાસ્પદ માસનો જથ્થો રૂ.૧૦,૫૦૦/ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા ૧,૩૭,૬૭૦/ મુદ્દામાલ કબજે કરી મળી આવેલો માસનો જથ્થો ગૌમાંસ છે કે કેમ તેની તપાસ માટે કબજે કરી પરીક્ષણ અર્થ મોકલી આપ્યો અને વેજલપુર પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરી સિનિયર પી.એસ.આઇ એસ.એલ કામોળ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.