GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના દેવ ત્રિવેદીએ ડ્રગ્સ ના દૂષણ ને નાથવા માટેના મેસેજ સાથે ૧૭૩૦૦ ફૂટ ઊંચે ત્રિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધાર્યું

 

તારીખ ૧૦/૦૬/૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ભારત આજે વિશ્વ ફલક પર પોતાની આગવી છાપ ધરાવે છે જેમાં ઐતહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતનીં ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે જેમાં પંચમહાલના કાલોલ શહેરના દેવ ત્રિવેદીએ એ વધુ એક પરાક્રમ જોડ્યુ હતું કે જેણે તારીખ ૦૩ જૂનના રોજ ખુબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ ફ્રેન્ડશિપ કે જેની ઊંચાઈ ૧૭,૩૦૦ ફૂટ છે.જેમા દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો તથા NO DRUGS CAMPAIGN નો સંદેશ આપ્યો હતો જેમાં ગુજરાતના ૧૦ સાહસિક યુવાઓની ટીમે પણ ભાગ લીધો હતો જેમાં ઇન્વિન્સિબલ એન.જી.ઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે જેના દ્વારા આ યુવાઓને બે મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ પાંચ કિમીનું રનીંગ,સામાન સાથે ચઢ ઉતર ની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ,ટ્રેકિંગ અને પર્વતારોહણ નો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી આ ઉપરાંત વિડિયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યાર બાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી.જેમાં તારીખ ૨૮ મે ના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ ફ્રેન્ડશિપ તરફ પ્રયાણ કર્યું હતું અને તારીખ ૦૩ જૂન ના રોજ સમિટ કરી ૧૭૩૦૦ ફૂટની ઊંચાઈ એ તિરંગો લહેરાવ્યો હતો તથા ઇન્વિન્સિબલ એન.જી.ઓ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ડ્રગ્સ ના દૂષણ ને નાથવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે માટે NO DRUGS CAMPAIGN નો મેસેજ આપ્યો હતો જેથી યુવાઓમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે માટે સમગ્ર ટીમને ઇન્વિન્સિબલ એન.જી.ઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. આ ૧૦ સાહસિક યુવાની ટીમમાં દેવ ત્રિવેદી ઉપરાંત રાજુ બેસનેત, રોહિત રાજપુત,ઉમંગ કોષ્ટિ,નમ્ર ભાવસાર,સૂરજ શાહ,ચિરંજીવ પ્રજાપતિ,હર્ષિલ સુથાર સ્મિત ધમસાનિયા,સૂચી પટેલ,સ્મિત ધમસાનિયા એ ત્રિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધાર્યું હતું.

Back to top button
error: Content is protected !!