પાલનપુરમાં આવેલ ઉપાસના વિદ્યાલયના વિદ્યાર્થીએ રાજ્યકક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધામાં ગોલ્ડમેડલ મેળવ્યો.આણંદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ઉપાસના વિદ્યાલયના વિદ્યાર્થી પંચાલ ઉત્સવ પ્રવીણ કુમારે અન્ડર 14 અન્ડર 20 kg કરાટે સ્પર્ધામાં પ્રથમ સ્થાને આવી ગોલ્ડ મેડલ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યુ છે . શાળા ના માર્ગદર્શક સિદ્ધાર્થ બ્રહ્મભટ્ટ અને કોચ શ્રી શૈલેશભાઈ જોષી અને શાળા પરિવાર દ્વારા ઉત્સવને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી .