MORBIMORBI CITY / TALUKO
MORBIમોરબીના વીસીપરામા જાહેરમાં તીનપત્તીની જુગાર રમતાં બે ઈસમો ઝડપાયા
MORBIમોરબીના વીસીપરામા જાહેરમાં તીનપત્તીની જુગાર રમતાં બે ઈસમો ઝડપાયા
મોરબીના વીસીપરા વિસ્તારમાં ચાર ગોદામ પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા બે જુગારીઓને મોરબી બી ડિવિઝન પોલીસે રોકડા રૂ.૧૧૬૦ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહીનો હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વીસીપરા વિસ્તારમાં ચાર ગોદામ પાછળ રોહિદાસપરા મેઈન રોડ ઉપર જાહેરમાં ગંજીપત્તાના પાના વડે રૂપિયાની હારજીતનો તીનપત્તીના જુગારની મજા માણી રહેલા સુનીલભાઇ હેમુભાઇ ગણેશીયા ઉવ.૨૪ તથા મગનભાઇ મુળજીભાઇ ઇટોદરા ઉવ.૨૩ બંને રહે.વીસીપરા ચાર ગોદામ પાછળ રોહીદાસપરા મેઇન રોડ મોરબીવાળાને ઝડપી લેવાયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા ૧,૧૬૦/- જપ્ત કરી બંને જુગારી સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.