DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌંદર્યથી ભરપુર ટાપુઓ ઉપર યોગ કરી સ્વયં, સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે યોગને સાર્થક કરતી જિલ્લા પોલીસ

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌંદર્યથી ભરપુર ટાપુઓ ઉપર દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા સ્વયં, સ્વાસ્થ્ય અને સુરક્ષાના સંદેશા સાથે યોગ કરવામાં આવ્યા હતા.

        પોલીસ મહાનીરીક્ષક, રાજકોટ વિભાગ શ્રી અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિતેષ પાંડેય દ્વારા  ૨૧ જુન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમીત્તે લોકોમાં યોગ દ્વારા સ્વાસ્થ્ય તથા દરીયાઇ તથા બોર્ડર સુરક્ષા અર્થે જિલ્લામાં વિવિધ ટાપુઓ પર જન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપ્યું હતું.

        દરીયાઇ કિનારાનું વાતાવરણ “યોગ” માટે શારીરીક અને માનસિક રીતે ફાયદાકારક છે, શુધ્ધ હવા, દરીયાનું ઝળહળ વહેતુ પાણી, પક્ષીઓનો મધુર કલરવ માનસીક શાંતીનો અહેસાસ કરાવે છે. સાથે જ આંતરરાષ્ટ્રીય દરીયાઇ સરહદ આવેલ છે જેની સુરક્ષા જાળવી રાખવી એ પણ દરેક નાગરીકની મહત્વની જવાબદારી છે. આ વિશિષ્ટ ભૌગોલીક પરિસ્થિતિનો લાભ તમામ નાગરીકો લઇ શકે તેમજ દરીયાઇ સુરક્ષા વ્યવસ્થા બાબતે માહીતગાર થાય તેવા હેતુથી દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા સ્વયં, સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે યોગ ના સૂત્ર સાથે જિલ્લામાં આવેલ લેફામરૂડી ટાપુ, ધબધબો ટાપુ, બેટ ટાપુ, સામીયાણી ટાપુ, ઉપર વિવિધ યોગાસનો કરી, લોકોમાં યોગ  જાગૃતતાનો  સુંદર સંદેશ પાઠવ્યો હતો.

Back to top button
error: Content is protected !!