ડેડીયાપાડા ના બબ્બે ગામો ખુદદી અને રાલદા ખાતે ના રસ્તા ના કામોમાં ભ્રષ્ટાચાર થતાં ટીડીઓ એક્શન મોડ માં આવ્યા

ડેડીયાપાડા ના બબ્બે ગામો ખુદદી અને રાલદા ખાતે ના રસ્તા ના કામોમાં ભ્રષ્ટાચાર થતાં ટીડીઓ એક્શન મોડ માં આવ્યા
તાહિર મેમણ : ડેડીયાપાડા – 22/06/2024- ચાર જેટલા તકલાદી રસ્તા સંપૂર્ણ રિજેક્ટ કરી ફરી બનાવવાનો ઓર્ડર આપ્યો તકલાદી કામોના સેમ્પલ લઇ લેબ ટેસ્ટિંગ કરી કાયદેસરની ફરિયાદ કરવાની જાહેરાત કરતા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને કોન્ટ્રાક્ટ નું કામ કરતા સરપંચ કોન્ટ્રાક્ટર નું કામ કરતા ફફડાટ .
ડેડીયાપાડા ના અંતરિયાળ વિસ્તારમાં રોડ રસ્તા ના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ અવારનવાર ગ્રામજનો કરી રહ્યા હતા જેમાં મુખ્ય બે ગામોની ખુડદી અને રાલ્દા ગામની ફરિયાદ મળી હતી મોજે ખુડદી ગામના રસ્તા બાદ રાલ્દા ગામે આરસીસી રોડના કામમા ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. બંને ગામના સળીયા વાપર્યા વિના રસ્તો બનાવી દેતા અને હલકી ગુણવત્તાવાળી સિમેન્ટ વાપરી ગુણવત્તા વિહોણી કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામા આવી રહી છે તેથી ગ્રામજનો રસ્તા નું કામ બંધ કરાવ્યો હતો અને મીડિયાની સમક્ષ રજૂઆત કરી હતી જેથી પ્રિન્ટ મીડિયામાં સમાચારોની ભરમાર શરૂ થતા ટીડીઓ ચોકી ઉઠ્યા હતા અને તેમણે ખરેખર સચ્ચાઈ શું છે તેની તપાસ હાજરી હતી અને તેમણે તાત્કાલિક બંને ગામોના રસ્તાઓની મુલાકાત તાત્કાલિક મુલાકાત લઈ બન્ને કામોની અધિક મદદનીશ ઇજનેર અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સાથે સ્થળ મુલાકાત કરેલ છે અને આ બન્ને કામોની રૂબરૂ સ્થળ ચકાસણી કરવામાં આવેલ છે જેનું ચુકવણું કરવાનું બાકી છે અને જેમાં ચકાસણી દરમ્યાન રસ્તામાં વપરાયેલ મટરીયલના સેમ્પલ લઈને ટેસ્ટીંગ માટે લેબમાં મોકલી આપવામાં આવેલ છે અને આ કામગીરીમાં જવાબદાર કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવશે અને આ કામોને તત્કાલિક ધોરણે રદ્દ કરી નવેસરથી કામગીરી એસ્ટીમેંટ મુજબ પૂર્ણ કરવા તલાટી-કમ-મંત્રી–વહિવટદાર બેસણા ગૃપ ગ્રામ પંચાયતને આપવામાં આવી અને આ પ્રકારની કામગીરી કોઇ પણ રીતે ચલાવી લેવામાં આવશે નહી જેની સ્થળ પર હાજર પંચાયતના કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટરોને સુચના આપવામાં આવી. લીધી જેમાં તેમને સંપૂર્ણ રસ્તો હલકી ગુણવત્તાનો જણાતા જાહેરમાં જ તલાટી અને સરપંચોના ઉધડા લીધા હતા અને તે સિવાયના પણ બીજા ત્રણ રસ્તાની પણ ફરી ચેક કરતા તે પણ તદ્દન તકલાદી જણા હતા આ તમામ રસ્તાઓના સેમ્પલ લેવામાં આવ્યા અને આ બિસ્માર રસ્તા બાબતે ફરીથી એસ્ટીમેન્ટ મુજબના રસ્તા બનાવવાનો આદેશ કર્યો હતો અને લીધેલા સેમ્પલને લેબમાં મોકલવામાં આવશે અને જો આ સેમ્પલ ફીલ થશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવાની ચીમકી તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોનીએ આપી છે જેથી રસ્તા ના કામમાં મલાઈ શોધતા કોન્ટ્રાક્ટરો સરપંચો કે જેઓ જાતે કોન્ટ્રાક્ટર બની બેઠા છે અને તલાટીઓને પણ જવાબદાર ગણી તાત્કાલિક તેમની સામે કાર્યવાહી કરવાની નોટિસ આપવામાં આવી હતી આ ઘટનાને પગલે સમગ્ર તાલુકામાં ટીડીઓને કામગીરીની પ્રશંસા થઈ રહી છે
જે બાબતે દિવ્ય ભાસ્કરે ટીડીઓની સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ડેડીયાપાડામાં ૧૮૦ થી ૧૮૫ જેટલા ગામો છે અને તાલુકામાં ઘણા વિકાસના કામો હોય છે જેના કારણે મુલાકાત લેવાતી નહોતી પરંતુ હવે દર મહિને ચાર વખત વિકાસના કામોની સમીક્ષા અને ચેકિંગ કરવામાં આવશે અને જે કોઈ પણ આ ગેરરીતિ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી અને આ ચારેય રસ્તા જે દસ લાખની કિંમતમાં હતા તેને ના મંજૂર કરી ફરીથી બનાવવાનો આદેશ કર્યો છે અને મીડિયાનો પણ આભાર માન્યો હતો કે તેના કારણે આ સચ્ચાઈ સામે આવી અને હવે આવી કોઈ પણ ગેરરીતી નહીં ચલાવી ફરિયાદ કરવા ટીડીઓએ લોકોને પણ અપીલ કરી છે



