કાલોલ ની મહિલાની સગાઈ તોડી નાખવાના ઈરાદે ઈન્સ્ટાગ્રામ ઉપર અશ્લીલ અને ખરાબ ફોટા મોકલનાર સામે ફરિયાદ
તારીખ ૨૨/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની એક ગામની મહિલા ની પરમિશન વગર જે તે સમયે મહિલા સાથે આરોપીએ પાડેલા ફોટાઓ મહિલાના પ્રથમ લગ્ન થયા બાદ તા ૨૨/૦૩/૨૦૨૦ ના રોજ તેઓને મેસેજ કરતા ફરિયાદી મહિલાના લગ્ન તૂટી ગયા હતા અને છૂટાછેડા થઈ ગયા હતા ત્યારબાદ પણ આરોપીએ ફરિયાદી મહિલાનો પીછો છોડ્યો ન હતો બીજીવાર મહિલાની સગાઈ વાઘોડિયા તાલુકાના એક ગામમાં થતા તેની જાણ થતા આરોપી ઇન્સ્ટાગ્રામ આઈડી અન્યના નામથી બનાવી જેના પર આરોપીએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી માયા પરમાર ૧૨ જીમેલ ડોટ કોમ નામથી ખરાબ અને અશ્લીલ મેસેજ તેમજ ફરીયાદી મહિલાના એડિટ કરેલા ફોટા મેસેજ કરેલા અને આ બાબતે આરોપીને ફોનથી જણાવતા તેણે કહ્યું હતું કે હા મેં જ મેસેજ કર્યા છે એમ કહી ગાળો બોલી બીજે લગ્ન કરીશ તો જાન થી મારી નાખીશ તેવી ધમકી આપી હતી આ ઉપરાંત જે વ્યક્તિ સાથે સગાઈ કરેલ છે તે વ્યક્તિને પોતાની આઈડી પરથી સગાઈ તોડી નાખવાના ઈરાદે ,મહિલાની ઇજ્જત કાઢવા ,બદનામ કરવા, અશ્લીલ મેસેજ કરી ફોટા મોકલ્યા હતા સમગ્ર બાબતે શનિવારે મહિલાએ કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે શૈલેષકુમાર પ્રભાતસિંહ પરમાર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાલોલ ના સર્કલ પીઆઇ દ્વારા શરૂ કરાઈ છે.