રાજપીપલા નજીક જુનવદ ગામેથી એક્ટિવા ઉપર લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો, ત્રણ આરોપી વોન્ટેડ
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપલા નજીક જુનવદ ગામેથી પોલીસે એક્ટિવા ઉપર લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ત્રણ આરોપીઓ ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરાયા છે
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપલા પોલીસ માણસો વાવડી આઉટ પોસ્ટ વિસ્તારમાં પ્રોહી વોચમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે જુનવદ ગામેથી એક એક્ટીવા મોપેટ સાથે ભારતીય બનાવટના વિદેશી દારૂ ની કુલ કિ રૂ.૫૬,૯૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી રાજપીપલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ઘટનામાં ત્રણ આરોપીઓ (૧) રાકેશભાઈ ગોવિંદભાઈ તડવી રહે.કારેલી (૨) સાજનભાઈ બાબુભાઈ તડવી રહે.જુનવદ (૩) એક્ટિવા ઉપર બેસેલ એક અજાણ્યો ઇસમ ને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે



