દાહોદ જિલ્લાની આરોગ્ય ટીમ પોલિયો માટે રતનમહાલના દુર્ગમ જંગલોના ગામમાં પહોંચી
તા. ૨૪.૦૬. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાની આરોગ્ય ટીમ પોલિયો માટે રતનમહાલના દુર્ગમ જંગલોના ગામમાં પહોંચી
પીપરગોટા, ભૂવેરો અને અલિન્દ્રાના કુલ ૩૨૧ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા
દાહોદ : દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં વસતા ગામોમાં પહોંચી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પોલિયો રસીકરણ કરવામાં આવ્યું. રતનમહાલ પર્વત ઉપર વસેલા ત્રણ ગામો પીપરગોટા, ભૂવેરો અને અલિન્દ્રાના કુલ ૩૨૧ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા
રાજ્યના દુર્ગમ વિસ્તારોમાં પણ આરોગ્ય ટીમ પહોંચીને પોતાની ફરજ અદા કરી રહી છે. ખાસ કરીને જ્યાં મહામહેનતે પહોંચી શકાય એવા જંગલોમાં વસતા આદિવાસી પરિવારોના ઘરે જઇને આરોગ્ય વિભાગની ટીમો બાળકોને રસીકરણની સેવાઓ આપે છે આવો જ એક વિસ્તાર છે રતનમહાલ નું જંગલ. રતનમહાલ પર્વત ઉપર વસેલા ત્રણ ગામોના બાળકો પોલિયોથી વંચિત રહી ન જાય એવા હેતુથી આરોગ્ય ટીમ પહોંચીને પોલિયો રસીકરણ કરીને ત્યાંના બાળકોને સુરક્ષા આપી રહી છે”બે ટીપાં જિંદગીના-પોલિયો રસીકરણ અભિયાન” હેઠળ સમગ્ર રાજ્યને “પોલિયો મુકત” કરવાના હેતુ સાથે રાજ્યભરમાં તા. ૨૩ થી ૨૫ જૂન સુધી “પોલિયો રસીકરણ અભિયાન”નો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં ૦ થી ૫ વર્ષના દરેક બાળકને પોલિયોના બે ટીપાં અચૂક પીવડાવવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે, જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા “પોલિયો રસીકરણ અભિયાન” હેઠળ કુલ ૦૩ દિવસ કામગીરી અંતર્ગત ૦ થી ૫ વર્ષની વય જૂથના બાળકોને ઘરે -ઘરે જઈને માર્કિંગ કરી બાકી રહેલ તમામ બાળકોને પોલિયોની રસી પીવડાવી, જિલ્લાના તમામ બાળકોને પોલિયો મુક્ત કરવાની અવિરત કામગીરી કરશે