સુરતમાં 35 લાખની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું

સુરત પોલીસની નો ડ્રગ્સ ઇન સુરત સીટી અંતર્ગત કામગીરી ચાલી રહી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. રેલવે સ્ટેશનથી રાબિયા નામની મહિલા સહિત 3ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 253 ગ્રામ 25 લાખનું md ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ તમામની પૂછપરછ કરતા પેડલરોના નામ સામે આવ્યા હતા.
પોલીસે પાંચ સ્થળોએ રેડ કરી હતી. અઠવા પોલોસ સ્ટેશન માં 2 ,પાલ પોલીસ સ્ટેશન માં 1 અને રાંદેર પોલીસ સ્ટેશન માં 1 ગુનો નોંધાયો હતો. રાબીયા ચાર વખત MD સુરત લાવી હતી. પોલીસે અત્યાર સુધી સાત આરોપીની ધરપકડ કરી છે. રાબીયા અને સફીક સુર્યનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ મારતે થેલામાં ડ્રગ્સ લાવ્યા હતાં. જો કે ડિલિવરી કરે તે અગાઉ જ બન્નેને ઝડપી લેવામાં આવ્યાં હતાં.
અન્ય આરોપીઓમાં સરફરાજ ઉર્ફે સલમાનની તપાસ દરમિયાન 28.79 ગ્રામ એમડી ડ્રગ્સ અને 1.93 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. વોન્ટેડ આરોપી ફૈસલ શેખની તપાસ કરતાં યાશીન બાબુલ મુલ્લા મળી આવ્યો હતો. બન્ને પાસેથી 31.55 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. મોહસીન શેખ તથા મિત્ર અસ્ફાક મોહમંદયુનુસ શેખના ઘરે છુપાયો હતો. પકડવા જતા તે બિલ્ડીંગની ટેરેસ પરથી બીજી બિલ્ડીંગમાં કુદીને ભાગવા જતા તેને ઈજા થઈ હતી. જેથી સિવિલ ખસેડાયો છે. વોન્ટેડ આરોપી સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર ઉર્ફે કાલુ સૈયદ પાસેથી 27.500 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. આમ પાંચ રેઈડમાંથી કુલ 354.65 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.




