GUJARATKUTCHMANDAVI

કચ્છના બંદરીય શહેર માંડવી ને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો.

કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણૂક કરાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૬ જૂન : જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તા.૨૬/૦૬/૨૦૨૪થી ૨૫/૦૭/૨૦૨૪ના માંડવી શહેરના સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવા જિલ્લા કલેકટરશ્રીને ભલામણ કરવામાં આવી હતી.જે મુજબ એપીડમીક ડીઝીઝ એકટ-૧૮૯૭ની કલમ (૩) અન્વયે કોલેરા રેગ્યુલેશન અંતર્ગત કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા દ્વારા માંડવી શહેરના સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરેલ છે. માંડવી શહેરના (સલાયા,મસ્કા ઓક્ટ્રાય વિસ્તાર)ને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરેલ છે. મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ માંડવી શહેરના સમગ્ર વિસ્તાર માટે કોલેરા નિયંત્રણ માટે જરૂરી તમામ પગલાં લેવાની સતા આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!