
વારંવાર દુર્ઘટના બનતા લોકો માં અનેક સવાલો ઉઠ્યા.
રાજકોટ નાં હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં ચોમાસાની શરૂઆતમાં જ મોટી દુર્ઘટના,
ટર્મિનલની બહાર પેસેન્જર પીકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી.
રાજકોટ નાં હિરાસર એરપોર્ટ પર ધોધમાર વરસાદ અને પવન ફૂંકાતા ઓફિસ આગળનું કાપડ ફાટી જતા દોડધામ હતી.જો કે આ ઘટના બનતા તાત્કાલિક કાપડનો તુટેલો ભાગ હટાવી લેવામાં આવ્યો હતો. તેમજ કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ ઘટના અંગે જાણ થતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા .
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા


