BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: કોંગ્રેસ કાર્યાલય ખાતે મર્હુમ અહેમદ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા..

સમીર પટેલ, ભરૂચ

આજરોજ મર્હુમ અહેમદ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.

મર્હૂમ અહેમદ પટેલની આજે પુણ્યતિથિ
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો કાર્યક્રમ
શ્રદ્ધાંજલિ અર્પણ કરાય
આગેવાનો અને કાર્યકરો જોડાયા
અહેમદ પટેલના સેવાકાર્યોને યાદ કરાયા

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મર્હુમ અહેમદ પટેલની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનો અને કાર્યકરોએ મર્હુમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મકબૂલ અભલી, ભરૂચ નગર સેવા સદનના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાઝુ ફડવાલા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આગેવાનો દ્વારા મર્હુમ અહેમદ પટેલના સેવા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!