SURENDRANAGAR

સુરેન્દ્રનગર LCB પોલીસે થાન હરીનગર સોસાયટીમાંથી ચોરાઉ 4 બાઈક સાથે એક ઈસમને દબોચી લીધો.

ચાર મોટરસાયકલ કિ.રૂ.50,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો

તા.30/06/5024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ચાર મોટરસાયકલ કિ.રૂ.50,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી પીઆઇ જે જે જાડેજા સાહેબ તથા પીએસઆઇ જે વાય પઠાણ સાહેબનાઓએ એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા તથા ખાસ કરીને વાહનચોરી કરનાર ઇસમો તથા ચોરી કે છળકપટથી મેળવેલ મોટરસાયકલ ફેરવતા ઇસમોને શોધી કાઢી કાયદાના બંધનમાં લેવા વિગતવારની સુચના માર્ગદર્શન કરેલ જે અન્વયે એલસીબી ટીમના પીઆઇ જે જે જાડેજા, પીએસઆઇ જે વાય પઠાણ,પો.હે.કો. વિજયસિંહ પરમાર, કરસનભાઈ,કુલદીનભાઈ બોરીયા સહિત સમગ્ર ટીમ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી આવા ગુનાઓ શોધી કાઢી આવા ઇસમોને કાયદાનુ ભાન કરાવવા કાર્યવાહી હાથ ધરી જે અન્વયે એલસીબી ટીમને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે કીરણ
ભાવેશભાઇ પનારીયા રહે હરીનગર સોસાયટી સાઇબાબાના મંદીર પાસે થાનગઢ સુરેન્દ્રનગર વાળાને એક હીરો કંપનીના સ્પ્લેન્ડર પ્લસ મો.સા. સાથે હસ્તગત કરી તેની પાસે રહેલ મોટરસાયકલના કાગળો કે આધાર પુરાવાઓ માંગતા નહી હોવાનુ જણાવેલ જેથી મજકુર ઇસમ પાસે રહેલ મોટરસાયકલ એન્જીન નંબર તથા ચેસીસ નંબર પરથી ઇ-ગુજકોપ પોકેટકોપ એપ્લીકેશનમાંથી સર્ચ કરતા સદરહુ મો.સા.ના માલીક અન્ય કોઇ હોવાનું જણાયેલ જેથી આ મોટરસાયકલના માલીક બાબતે ખરાઇ કરતા અને મજકુર ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા સદરહુ મો.સા. આજથી એકાદ વર્ષ પહેલા રાજકોટ, આજી ડેમ ભાવનગર રોડ માંડા વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ જે અંગે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ખરાઇ કરાવતા આ અંગે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર થયેલ હોવાનુ જાણવા મળેલ બાદ આરોપીને વધુ પુછપરછ કરતા અન્ય ત્રણ મોટરસાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ જે પૈકી એક મો.સા. આજથી આશરે આઠેક મહીના પહેલા વાંકાનેર દલડી રેલવે સ્ટેશન પાસેથી તથા એક મો.સા. આજથી આશરે ૪૫ દીવસ પહેલા રાજકોટ સંતકબીર રોડ ઉપરથી તથા એક મો.સા. થાન સરકારી દવાખાના પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ જે ઉપરોકત ચારેય મો.સા. કી.રૂ.૫૦૦૦૦ ગણી મજકુર ઇસમ પાસેથી કબ્જે કરી તથા મજકુર ઇસમને અટક કરી આગળની કાર્યવાહી અર્થે થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Back to top button
error: Content is protected !!