BANASKANTHAKANKREJ
કાંકરેજ તાલુકાના ગામોમાં શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ સહિતનું સન્માન કરાયું..
શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ.પ્રજાપતિ કુંવારવા,ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ રવેલ,મંત્રી વાલાભાઈ જી.પ્રજાપતિ રાજપુર,સહમંત્રી રમેશભાઈ એસ.પ્રજાપતિ લુદ્રાની તાજેતરમાં સર્વાનુમતે વરણી થતા કરોબારીની રચના રચના અને નવીન કારોબારીની સભ્યોની નિમણૂક અર્થે આજરોજ તા.૩૦/૦૬/૨૦૨૪ ને રવિવારના રોજ સમાજકાર્યમાં સહયોગ આપવા કાંકરેજ તાલુકાના કુંવારવા,દુદાસણ થી કસલપુરા ખાતે સ્વ.ડાહ્યાભાઈ કમાભાઈ પ્રજાપતિ (ઉંઝિયા) પરિવારના દશરથભાઈ,દિનેશભાઈ, સોમાભાઈ સહિત ગામના આગેવાનોએ પ્રમુખ,ઉપપ્રમુખ, અને સહમંત્રીને કંકુતિલક કરી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.પ્રમુખે અનેક ચર્ચાઓ કરી નવીન કારોબારી સભ્યની નિમણૂકની માગણી કરતા અનેક નામોનું સૂચન કર્યું હતું.ત્યાંથી મોટા જામપુર અને ટોટાણા ખાતે પહોંચતા ભુદરભાઈ પ્રજાપતિ, ભેમાભાઈ પ્રજાપતિ,ઈશ્વરભાઈ પ્રજાપતિએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.ત્યાંથી થરા ખાતે થરેચા તથા તેરવાડિયા પરિવારના ભાઈઓએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
રવિવારે યોજાયેલ કાર્યક્રમમાં પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિએ જ્ઞાતિજનોને જણાવ્યું હતું કે સમયની સાથે સમાજ ચાલે તે માટે આપ સૌ પરિવર્તન ઝંખી રહ્યા છો તે માટે આપણે સૌ સાથે મળી પ્રયત્નો કરશું તો જ પરીણામ મળશે ગામે ગામે ખાટલા બેઠકનું અભિયાન પણ શરૂ કર્યું છે.ગામે ગામે ખાટલા બેઠક યોજી મજબુત સંગઠન માટે અનોખો પ્રયાસ કર્યો છે.જે જે ગામની મુલાકાત લીધી છે ત્યાં ત્યાં સમાજના બંધારણ પાળવાની સાથે સાથે ડી.જે. એન્ટ્રી.,હલ્દી રસમ,કંકુ પગલાં જેવા દુષણોથી દુર રહેવાની ખાત્રી મળી છે.આ કાર્યક્રમમાં દરેક ગામોમાંથી અનેક આગેવાનો સહિત પ્રજાપતિ ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા