નર્મદા જિલ્લામાં સમગ્ર મેઘ મહેર ચાલુ વરસાદી સીઝનમાં કુલ ૬.૮૧ ઇંચ વરસાદ સાથે નાંદોદ તાલુકો મોખરે
સરદાર સરોવર નર્મદા ડેમ ની જળ સપાટી ૧૧૯.૭૨ મીટર જ્યારે કરજણ ડેમની જળસપાટી ૧૦૨.૪૧ મીટર નોંધાઇ
રાજપીપલા : જુનેદ ખત્રી
ચાલુ વરસાદી સિઝનમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સમગ્ર રાજ્યમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ નોંધાઈ રહ્યો છે નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદની આંકડાકીય માહિતી જોઈએ તો નાંદોદ તાલુકામાં ૪૩મીમી, ગરૂડેશ્વર ૧૧મીમી, તિલકવાડા ૨૭મીમી, ડેડીયાપાડા ૨૨મીમી, સાગબારા ૨૦મીમી વરસાદ નોંધાયો છે
નર્મદા જિલ્લામાં સર્વત્ર ખેતીલાયક વરસાદ વરસે રહ્યો છે જેથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે ખેડૂતો વાવણી તરફ આગળ વધી રહ્યા છે નર્મદા જિલ્લામાં ૨૦૨૪ ની વરસાદી સિઝનમાં અત્યાર સુધી સરેરાશ ૪.૭૫ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં ૬.૮૧ ઇંચ સાથે નાંદોદ તાલુકામાં સૌથી વધુ વરસાદ થયો છે
નર્મદા જિલ્લાના જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેમાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં જળ સપાટી ૧૧૯.૭૨ મીટર કરજણ ડેમ જળ સપાટી ૧૦૨.૪૧ મીટર નાના કાકડી આંબા ડેમ જળ સપાટી ૧૮૦.૯૦ મીટર ઉપરાંત ચોપડવાવ ડેમની જળ સપાટી ૧૭૯.૪૦ મીટર નોંધાઈ છે