ARAVALLIGUJARATMEGHRAJ

જિલ્લામાં ઇમુનોગ્લોબીનન રસીની અછત..?,રેલ્લાંવાડા પંથકમાં હડકાયા કુતરાનો આતંક,દર્દીને રસી લેવા હિંમતનગર જવું પડ્યું,12 લોકોને ભર્યા બચકા 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

જિલ્લામાં ઇમુનોગ્લોબીનન રસીની અછત..?,રેલ્લાંવાડા પંથકમાં હડકાયા કૂતરાનો આતંક,દર્દીને રસી લેવા હિંમતનગર જવું પડ્યું,12 લોકોને ભર્યા બચકા

ગેડ, તરકવાડા, હિંમતપુર, રાજેસ્થાન જાપા, રેલ્લાંવાડા,નારણપુર,બીટી છાપરા ગામના લોકોને હડકાયા કૂતરા એ બચકા ભરાતા લોકોમાં ભય

છેલ્લા બે દિવસ થી મેઘરજ તાલુકામાં રેલ્લાંવાડા પંથકમાં હડકાયા કૂતરાનો આતંક યથાવત રહ્યો હતો જેમાં રેલ્લાંવાડા ખાતે ખરીદી માટે આવેલ ચાર થી વધુ લોકોને હડકાયા કૂતરાએ બચકા ભર્યા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલ લોકો ને સારવાર માટે ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે લાવામાં આવ્યા હતા.બીજી તરફ રેલ્લાંવાડા ના વૃદ્વ ને પણ પગના ભાગે બચકું ભરતા પગની આંગળીનો ઉપરનો ભાગ તૂટી ગયો હતો. આમ એક પછી એક લોકોને હડકાયા કૂતરા એ બચકા ભરતા કુલ 12 જેટલાં લોકો ઘાયલ થયાં હતા. રાત્રીના સમયે બીટી છાપરા ગામે સુતેલા વૃદ્ધ ને હાથ ના ભાગે બચકું ભરતા હાથની આંગળીઓ ચૂંથાઈ ગઈ હતી અને કપાર ની ભાગે પણ બચકું ભર્યું હતું ત્યારે ગંભીર રીતે ઘાયલ થતા 108 મારફતે ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઇ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ ને વધુ સરવાર માટે મોડાસા લઇ જવાયા હતા જ્યાં હડકાયા કૂતરાએ ભરેલ બચકા સામે રક્ષણ મેળવવા વિવિધ રસી આપવા આવી હતી જેમાં સારવાર માટે આવેલ દર્દીના સબન્ધી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ માટે ચાર જેટલી રસી લેવાની થતી હોય છે પરંતુ વધુ ઘાયલ થયેલ હોય તે દર્દીને ઇમુનોગ્લોબીનન રસી આપવાની થતી હોય છે પરંતુ મોડાસા સિવિલ ખાતે રસી ઉપલબ્ધ નથી તેવું જણાવ્યું હતું અને એની અછત છે તેવી વાત જાણવા મળી હતી જેના કારણે દર્દીને લઇ હિંમતનગર ખાતે જવું પડ્યું હતું તે વાત સામે આવી હતી પરંતુ હાલ અરવલ્લી જિલ્લામાં હડકાયા કૂતરા ભરેલા બચકા સામે રક્ષણ માટે જે રસી આપવામાં આવે છે તે ઇમુનોગ્લોબીનન રસી ની અછત હોવાની વાત સામે આવતા આ એક આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી હોય તેવું લાગી રહયું છે આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીને ટેલિફોનિક વાતચીત કરવા પ્રયત્ન કર્યો હતો પણ ફોન ઉપાડવાનો ટાર્યો હતો હાલ તો હડકાવાયા કૂતરાના આતંક થી લોકો પરેશાન

 

Back to top button
error: Content is protected !!