કાલોલ શહેર સ્થિત બોરૂ ટર્નિંગ વિસ્તારમાં આડેધડ પાર્કિંગ અને ટ્રાફીક ની સમસ્યા ઉકેલવા માંગ
તારીખ ૦૧/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
બોરૂ ટર્નિંગ વિસ્તારમાં થી કાલોલ તેમજ સાવલી તાલુકા ના કામદારો અને આ ઔદ્યોગિક એકમોમાં આવતાં માલ સમાન અને આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકો કાલોલ માંથી પસાર થતાં હોય છે.તદુપરાંત કાલોલ ની દક્ષિણે સુપ્રસિદ્ધ પાવાગઢ અને તાજપુરા ખાતે નારાયણ બાપુના ધામ આવેલા છે આ બંને ધાર્મિક સ્થળો પર દર્શન માટે આવતા અનેક શ્રદ્ધાળુઓ પણ આ માર્ગ પરથી પસાર થતા હોય છે. આ વિસ્તારમા આવેલ એક કંપની દ્વારા જાહેર રોડ પર પોતાના કર્મચારીઓ માટે પાર્કિંગ બનાવીને ટ્રાફીક જામ કરે છે. આ વિસ્તાર ખુબ ઝડપથી વિકસિત થઈ રહ્યો છે નીત નવી સોસાયટી બની રહેલ છે અને દુકાનો,ઓફિસો બનેલ છે જેના કારણે મોડી રાત સુધી વાહન વ્યવહાર ચાલે છે ત્યારે ખાનગી કંપની દ્વારા રોડ પર થતુ પાર્કિંગ બંધ કરાવવા તેમજ આડેધડ થતા પાર્કિંગ થી ટ્રાફીક જામ ની પરિસ્થિતિ સુધારવા ની જરૂર છે.