વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા કાલોલની સીબી ગર્લ્સ હાઇસ્કૂલ અને સરસ્વતી વિદ્યાલય ખાતે નોટબુકો નું દાન કરાયુ

તારીખ ૦૨/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન પંચમહાલ ના પ્રભારી સુભાષચંદ્ર મહેતા (એડવોકેટ) અને તેમના પરિવાર દ્વારા સ્વ ગોકુલદાસ હીરાલાલ મહેતા,સ્વ હીરાલાલ ચંદુલાલ મહેતા અને સ્વ નયનાબેન સુભાષચંદ્ર મહેતા ના સ્મરણાર્થે કાલોલ ની સી બી ગર્લ્સ હાઇસ્કુલ અને સરસ્વતી વિદ્યાલય ખાતે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતુ જેમા દાતાના પરીવારજનો અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન કાલોલ ના સતિષભાઈ શાહ,દિપ્તીબેન પરીખ,સ્નેહલ મહેતા, મોનલ જોશી,પ્રકાશ ગાંધી અને શશીકાંત પરીખ હાજર રહ્યા હતા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા શિક્ષણ,તબીબી સેવા,ગૌ સેવા ઉપર પ્રાધાન્ય આપવામાં આવે છે. કાલોલ મા સંગઠન બન્યા બાદ પ્રથમ વખત નોટબુક વિતરણ નો કાર્યક્ર્મ યોજાયો હતો.બન્ને શાળા ના વિદ્યાર્થિઓને નોટબુક આપી હતી બન્ને શાળા ના આચાર્ય એન પી પટેલ અને રીતેશ પંડયા દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.






