GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- કૂકર ફાટવાનો મામલો,ધનસરવાવના સંચાલક રસોઈયા, મદદનીશ કર્મીઓને આખરે છૂટા કરાયા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૭.૨૦૨૪

હાલોલ તાલુકાની ઘનસરવાવ પ્રાથમિક શાળા માં ગત ગુરુવાર ના રોજ મધ્યાન ભોજન ખંડમાં પ્રેસર કુકર ની રીંગ ખરાબ હોવાથી અથવા કોઈ કારણોસર પ્રેશરથી કુકર નું ઢાંકણુ ધડાકા ભેર ખુલી જતા શાળા માં ભણતી ૪,વિદ્યાર્થીનીઓ જે મધ્યાન ભોજન ખંડમાં હાજર હતી. તે વિદ્યાર્થીનીઓ સામાન્ય રીતે દાઝી જવાના બનાવ બાદ તંત્ર હરકત માં આવી પ્રાથમિક તપાસ બાદ મધ્યાન ભોજન યોજના કેન્દ્ર નંબર ૪૪, ઘનસરવાવ ના સંચાલક, રસોઈયા તેમજ મદદનીશ તરીકે ફરજ બજાવતી ત્રણ મહિલા કર્મચારીઓને હાલોલ મામલતદાર દ્વારા તાત્કાલિક અસર થી ફરજ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે.ગત ગુરૂવારના રોજ હાલોલ તાલુકાના ઘનસર વાવ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજન ખંડમાં પ્રેશર કુકર ઢાંકણું ખૂલી જવા ની ઘટનામાં ચાર વિદ્યાર્થીનીઓ સામાન્ય રીતે દાઝી જવાના બનાવ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. અને બનાવને લઈને તપાસનો ધમ ધમાટ શરૂ થયો હતો.તપાસ બાદ હાલોલ મામલતદાર દ્વારા હુકમ કરવામાં આવ્યા મુજબ મધ્યાન ભોજન યોજના કેન્દ્ર માં (૧)મંજુલાબેન દિલીપભાઈ પરમાર, સંચાલક કમ કુક (૨) કાંતાબેન નરવતભાઈ પરમાર, રસોઈયા (૩) મંગુબેન રતનસિંહ પરમાર, મદદનીશ તરીકે ફરજ બજાવે છે. જેઓ મધ્યાન ભોજન યોજના અંતર્ગત રસોઈ બનાવવાના કામમાં શાળામાં ભણતા બાળકોને રસોઈમાં મદદ કરવા માટે અવારનવાર બોલાવવામાં આવતા હોવાનું ધ્યાને આવેલ છે. આમ ઉપરોક્ત હકીકત જોતા શાળામાં ભણતા બાળકોને શિક્ષણથી વંચિત રાખી રસોઈ બનાવવાના કામમાં મદદ લઈ ગેરરીતી આચરેલ છે. તેમજ ફરજ પર બેદરકારી દાખવા બદલ આ ત્રણેવ ને ફરજ પરથી છુટા કરવાનો હુકમ કરવામાં આવેલ છે.જ્યારે શાળાના ફરક પરના જવાબદાર શિક્ષક સામે શું કાર્યવાહી કરવામાં આવી તેમ મામલતદાર ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવનાર છે.જ્યારે ઘનસર વાવ પ્રાથમિક શાળાના બનાવ અંગે ફરજ પરના જવાબદાર શિક્ષક સામે શું કાર્યવાહી કરી તે અંગે હાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ને પૂછતા તેઓએ જણાવ્યું હતું. કે આ અંગે સમગ્ર બનાવની તપાસ પૂર્ણ કરી લીધેલ છે અને તેનો અહેવાલ જિલ્લા શિક્ષણાધિકારી ને મોકલી આપવામાં આવ્યો છે આગળની કાર્યવાહી જિલ્લા કક્ષાએથી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!