
કિરીટ પટેલ બાયડ
બાયડ તાલુકા મથકે આવેલ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીને બાયડ થી 4 કિલોમીટરના અંતરે આવેલા વાત્રક ખાતે ખસેડવાની હીલચાલને લીધે ભવિષ્યમાં તાલુકાના લોકોને તાલુકા પંચાયત કચેરી તેમજ મામલતદાર કચેરીએ જવા માટે ચાર કિલોમીટરનું અંતર કાપવાનું થાય છે તેમજ લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ હોવાથી લોક લાગણીને માન આપીને બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખી આ બાબત થી વાકેફ કર્યા હતા તેમજ બંને કચેરીઓ હાલ જ્યાં તાલુકા પંચાયત કચેરી કાર્યરત છે ત્યાં બનાવવામાં આવે તો તાલુકાના લોકોને પોતાના કામકાજ માટે સરળતા રહે તે ઉદ્દેશથી મુખ્યમંત્રીની પત્ર દ્વારા જાણ કરી હોવાનું જાણવા મળેલ છે
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી વાત્રક ખસેડવા પર વિરોધનો સુર ઉઠવા પામ્યો હતો
 
				


