GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના બારુ ગામે રિફાઇ પબ્લિક સ્કૂલ ખાતે યોજાશે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર..

તારીખ ૨૩/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
તાજેતરમાં જ વિવિધ એજ્યુકેશન બોર્ડ દ્વારા યોજાયેલી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાના પરિણામ આવી ગયેલ છે ત્યારે ધોરણ ૧૦ પછી સરકાર દ્વારા અનેક કૌશલ્ય વર્ધન કાર્યક્રમો તથા ITI ના માધ્યમથી અનેક કોર્સિસ ચલાવવામાં આવે છે. જેના દ્વારા આજનું યુવાધન આર્થિક રીતે પગભર બની શકે છે. જે અંતર્ગત અનેક શૈક્ષણિક સંસ્થાઓ તથા સામાજિક સંગઠનો દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવાનું આયોજન થતું જ હોય છે. જેમાં કાલોલ તાલુકાના બોરુ ગામમાં આવેલ રિફાઇ પબ્લિક સ્કૂલ ખાતે ઈબ્રાહિમ બાવાની ઇન્સિટીટ્યૂટ દ્વારા આગામી ૨૫મી મે રવિવારના રોજ ધોરણ ૧૦ પાસ કે નાપાસ થયેલ યુવાનો માટે ITI ના વિવિધ ટ્રેડમાં એડમિશન તથા તેના થકી કારકિર્દી ઘડતર માટે સેમીનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે ખૂબ જ સુધારાત્મક તથા વિકાસાત્મક પગલું ગણી શકાય.





