
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વધઈ નાં રહેવાસી અને માનદ પત્રકાર તરીકે ફરજ બજાવતા શેખર ખેરનાર ને માત્ર 31 વર્ષની ઉંમરે હદયરોગનો હુમલામાં આવતાં તેનું મૃત્યું થતાં ડાંગ જિલ્લાનાં રાજકીય અગ્રણીઓ સામાજીક કાર્યકરો અને પત્રકાર આલમમાં શોકની કાલિમાં છવાઈ ગઈ હતી શેખર ખેરનારનો મિલનસાર સ્વભાવ અને પત્રકારત્વ ક્ષેત્રે એગ્રેસીવ પણાનાં લીધે તેઓ ટુક જ સમય માં નામનાં મેળવી હતી ડાંગ જિલ્લાનાં એક તરવરીયા પત્રકાર શેખર ખેરનાર ની ઓચિંતી અણધારી વિદાય સૌ કોઈની આંખો ભીંની કરી દીધી હતી પરંતુ ભગવાન ની મરજી નાં આગળ કોઈનું ચાલતું નથી તેમનાં વધઈ નિવાસ સ્થાને થી આજે અંતિમ યાત્રા નિકળતાં તેમાં જિલ્લાનાં તેમજ અન્ય જિલ્લાઓનાં પત્રકારો જોડાયાં હતાં તેમજ રાજકીય આગેવાનો કાર્યકરો સાથે આહવા અને વધઈ નાં રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા.




