TANKARA:ટંકારાના ધુનડા(સ) ગામે ડમ્પરે રિક્ષાને ઠોકર મારતા ચાર વર્ષના બાળકનું મૃત્યુ :બે વ્યક્તિઓ સારવારમાં




TANKARA:ટંકારાના ધુનડા(સ) ગામે ડમ્પરે રિક્ષાને ઠોકર મારતા ચાર વર્ષના બાળકનું મૃત્યુ :બે વ્યક્તિઓ સારવારમાં

ટંકારાના ધુનડા(સ) ગામે ડમ્પરે રિક્ષાને ઠોકર મારતા ચાર વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું તો રીક્ષા ચાલક અને મહિલાને ઈજા પહોચાડતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાઈ છે.

ટંકારાના સજનપર ગામે રહેતા જયેશકુમાર પારસિંગભાઈ ભાભોર એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૨૭ ના રાત્રીના તે તેના પત્ની સરોજ, દીકરો યુવરાજ, નાનો ભાઈ રમેશ અને તેની પત્ની સીનું એમ રાત્રીના આશરે સાડા દસેક વાગ્યે સી એન જી રીક્ષામાં બેસીને સજનપર ગામે જતા હોય દરમિયાન ધુનડા(સ) ગામેની બહાર આવેલ તબેલા થી થોડે આગલ પહોચતા સામેથી આવતા એક ડમ્પરના ચાલકે સ્પીડમાં આવીને રીક્ષાને ઠોકર મારતા રીક્ષા ડમ્પર સાથે ધાસરાયેલ અને ડમ્પરની એંગલ દીકરા યુવરાજ (ઉ.૪) ને માથામાં ભાગે વાગી જતા તેનું માથું ફાડી જતા ગયું હતું તો પત્ની સરોજને પણ હાથ પગમાં ઈજા પહોચી હતી અને રીક્ષા ચાલકને પણ ઈજા પહોચતા સારવાર માટે ૧૦૮ મારફત ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે યુવરાજને મરણ જાહેર કર્યો હતો જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તાપસ હાથ ધરી છે.




