AHAVA

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગુરુવારે ક્યાંક ઝરમરીયો તો ક્યાંક મધ્યમ વરસાદ નોંધાયો…

વાત્સલ્યમ સમાચાર
ડાંગ

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા બે દિવસથી વરસાદની ધાર ધીમી પડી છે.બુધવારે ડાંગ જિલ્લાનાં આહવા અને સાપુતારા પંથકમાં માત્ર એક એક મિમી વરસાદ નોંધાયો હતો.જ્યારે સુબિર અને વઘઇ પંથક વરસાદ વિના કોરોકટ નોંધાયો હતા.ગુરુવારે ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ સહિત સાપુતારા પંથકનાં ગામડાઓમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો.જ્યારે સુબિર પંથકમાં ઝરમરીયો વરસાદ નોંધાયો હતો.ગિરિમથક સાપુતારા પંથકમાં થોડાક સમય માટે મધ્યમ વરસાદ પડતા માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળવા પામી હતી.ડાંગ જિલ્લામાં ક્યારેક ઝરમરીયો તો ક્યારેક મધ્યમ તો ક્યારેક ધોધમાર વરસાદ નોંધાતા ઝરણા,વહેળા,કોતરડાઓમાં પાણીની આવક વધી છે.સાપુતારા ખાતે વરસાદી માહોલ બાદ રોજેરોજ ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા બોટિંગ,ટેબલ પોઈન્ટ, સ્ટેપ ગાર્ડન,વન કવચ,રોઝ ગાર્ડન,સનસેટ પોઈન્ટ સહિતનાં જોવાલાયક સ્થળોનો નજારો આહલાદક બની જવા પામ્યો હતો..

Back to top button
error: Content is protected !!