KALOL(Panchamahal)PANCHMAHAL
SOG પોલીસે કાલોલ તાલુકાના જંત્રાલ ગામેથી ઝોલા છાપ ડૉક્ટરને ઝડપી પાડયો

તારીખ ૦૫/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
સરકાર માન્ય ડિગ્રી વગર એક તબીબી પ્રેક્ટિસ કરતો તબીબી ગોધરા એસ.ઓ.જી.પોલીસે એલિપેથીક દવાઓ તથા ઇન્સ્ટ્રુમેન્ટ કુલ મળી રુ.૬૮૩૫૬ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ફરિયાદની વિગત અનુસાર કાલોલ તાલુકાના જંત્રાલ ગામે મેઈન બજાર પટેલ ફળિયામાં સુરેશભાઈ ચંદુભાઈ પટેલના ભાડાના મકાનમાં ડીગ્રી વીના દવાખાનું ખોલી એલોપેથિકની સારવાર તબીબી પ્રેક્ટિસ કરતો હોય એસઓજી પોલીસ ગોધરા લેખિતના આધારે પી એચ સી સેન્ટર જંત્રાલ ગુરુ મધુસુદન શાહને સાથે રાખી કાલોલ તાલુકા ના જંત્રાલ ગામે બજારમાં આવેલ ભાડાના મકાનમાં દવાખાનું ચલાવનાર ની પૂછ પરછ કરતા પોતે સજોયા શાંતિરામ હળદર હાલ રહે જંત્રાલ.પટેલ ફળિયા મૂડ રહેવાસી ગાગનાપુર તા.રાણાધાટ જી.નોદિયા પશ્ચિમ બંગાળ ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.





