ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, ભરૂચ (વાસ્મો) ની બેઠક યોજાઈ
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાએ વિવિધ એજન્ડાઓ અંગે સબંધિત સભ્યશ્રીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું
ભરૂચ- શુક્રવાર – જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, ભરૂચ (વાસ્મો) ની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ‘નલ સે જલ’ જલ જીવન મશીન કાર્યક્રમ અમલીકરણ પ્રગતિ અહેવાલ તથા વિગતવાર આયોજન સમીક્ષા, જિલ્લામાં જુથ યોજના આધારે પાણી મેળવતા ગામો અને જુથ યોજનામા સમાવિષ્ટ ન થયેલ ગામોની વિગત અને આયોજન, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી, નવી સુચીત ગ્રામ્ય પેયજળ યોજનાઓની વહીવટી મંજુરી માટે બહાલી આપવા, મંજુર થયેલ યોજનાઓમાં જરૂરીયાત મુજબના ફેરફારને કારણે રીવાઈઝડ મંજુરી આપવા સહિત પાણી સમિતિઓને ફાળવેલ ફંડ અંગેના એજન્ડાની ચર્ચા કરવામા આવી હતી.
જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાએ વિવિધ એજન્ડાઓ અંગે સબંધિત સભ્યશ્રીઓ સાથે ચર્ચા કરી સુચારું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રી, અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.આર.ધાધલ, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ ભરૂચના સભ્ય સચિવશ્રીઓ, વગેરે હાજર રહ્યા હતા.