દાહોદ નજીક આવેલ ગામમાંથી પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કૉલ કરી ફરિયાદ નોંધાવી મદદ લીધી
તા.૧૫.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નજીક આવેલ ગામમાંથી પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કૉલ કરી ફરિયાદ નોંધાવી મદદ લીધી
ત્યાર બાદ પીડિત મહિલા એ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ181 મહિલા હેલ્પલાઇન ના સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળેલ કે પીડિતાએ પોતાના મરજી લવમેરેજ કર્યા હતા.અને તેઓને 3 બાળકીઓ હતી. પીડિતા જણાવે છે કે તેમના પતિ નું અન્ય લેડી જોડે એક્સ્ટ્રા મેરેજ અફેર છે. અને તેઓ દિવસ રાત તે લેડી જોડે ફોન કોલ થી વાત કરે છે અને પીડિતા તેમને આ બાબતે કેવા જાય તો પીડિતા ને અપશબ્દ બોલી અને પીડિતા જોડે મારપીઠ કરી ગેરવર્તન કરે છે. અને પીડિતા ના પતિ કામ ધંધો કરે છે તો પણ પીડિતા ને આર્થિક રીતે સપોર્ટ કરતા નથી અને જે પણ કમાણી કરે છે એ અન્ય લેડી ને આપી દે છે. આ બાબતે પીડિતા ના પરિવાર ના અન્ય સભ્ય તેઓને કોઈ રોક ટોક કરતા ના હતા જેથી પીડિતા એ સમજાવવા માટે પીડિત મહિલા હેલ્પલાઇન મદદ લીધેલ. પીડિતા ના ઘરે 181 મહિલા હેલ્પલાઇન ની વાન પહોંચતા તેમના પતિ ભાગી ગયા હતા, જેથી પીડિતા ને અને તેઓની દીકરીઓ ની સેફટી અને સલામતી માટે પીડિતા કંટાળી ને પોલીસ સ્ટેશન કાર્યવાહી કરવા માંગતા હતા. જેથી પીડિતા ને તેઓના નજીક ના પોલીસ સ્ટેશન અરજી અપાવેલ છે