NATIONAL

બિહારમાં એક અનોખા પુલના નિર્માણની નવી કહાની સામે આવી, ના રોડ ..ના નદી..ખેતરમાં બનાવી દીધો પુલ

બિહારના અરરિયા જિલ્લામાં પુલ તૂટી પડવાની ચર્ચા વચ્ચે એક અનોખા પુલના નિર્માણની નવી કહાની સામે આવી છે. રાણીગંજ બ્લોકના પરમાનંદપુર ગામમાં સુકાઈ ગયેલી નદી પર પુલ અને લગભગ ત્રણ કિલોમીટરના રસ્તા માટે એક પુલ બનાવવામાં આવ્યો છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ પુલ નદીની ઉપર નહીં પરંતુ ખેતરની વચ્ચે બનાવવામાં આવ્યો હતો. આ પુલના નિર્માણને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેનો ગ્રામજનો ભારે વિરોધ કરી રહ્યા છે.
જ્યારથી લોકોને આ બ્રિજ વિશે માહિતી મળી છે ત્યારથી લોકો આઘાતમાં અને સ્તબ્ધ થઈ ગયા છે. ગ્રામજનોનું કહેવું છે કે, આ પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે. આ પુલ નદીને બદલે ખાનગી જમીન પર બનાવવામાં આવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ પુલ કેટલાક વચેટિયાઓની મિલીભગતથી બનાવવામાં આવ્યો છે અને તેને રોડ સાથે જોડવામાં આવ્યો નથી કે, એપ્રોચ પણ બનાવવામાં આવ્યો નથી.

આ મામલે કાર્યવાહી કરતા અરરિયાના ડીએમએ તપાસના આદેશ આપ્યા છે. ડીએમએ કહ્યું છે કે, રિપોર્ટ આવ્યા બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે અને આ મામલામાં જે પણ દોષી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!