Rajkot: વીરપુરની આઈ.ટી.આઈ.માં પ્રવેશ માટે ૨૨ જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

તા.૧૮/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જેતપુર (વીરપુર) ખાતે ભરતી સત્ર-૨૦૨૬ અંતર્ગત વિવિધ કોર્સિસમાં પ્રવેશ મેળવવા માટે બીજા રાઉન્ડની પ્રક્રિયા તા. ૧૯ જુલાઈથી શરૂ થશે. આ સંસ્થામાં હાલ કોપા, ફિટર, વાયરમેન, ઈલેક્ટ્રિશિયન, સુઇંગ ટેક્નોલોજી (સીવણ), હેલ્થ સેનિટરી ઈન્સ્પેક્ટર અને મિકેનિક ડીઝલ જેવા વિવિધ ટ્રેડ કાર્યરત છે. જેમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો આગામી તા. ૨૨ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં આઈ.ટી.આઈ.ની વેબસાઈટ itiadmission.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઉમેદવારોએ વધુ માહિતી મેળવવા માટે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા – જેતપુર (વીરપુર), પોલીસ સ્ટાફ ક્વાર્ટર સામે, માવતર વૃદ્ધાશ્રમની બાજુમાં, વીરપુર, તા. જેતપુર ખાતે સવારે ૦૯:૩૦ વાગ્યાથી સાંજના ૦૫ વાગ્યા દરમિયાન રૂબરૂ સંપર્ક કરવા આઈ.ટી.આઈ., જેતપુર (વીરપુર)ની યાદીમાં જણાવાયું છે.


