GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાય

તા.૧૭/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા આજરોજ જસદણ, વિંછીયા પંથકની વિવિધ ગ્રામ પંચાયતોમાં પુસ્તક વિતરણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ત્યારબાદ મંત્રીશ્રીએ જસદણ નગરપાલિકા ખાતે નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, સભ્યશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી.
મંત્રીશ્રી કુંવરજીભાઈએ આ તકે નગરપાલિકાના સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. જેમાં મંત્રીશ્રીએ ભૂગર્ભ ગટર, નળના જોડાણ, રોડ-રસ્તાની કામગીરી સમયસર પૂર્ણ કરવા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી મેહુલ જોધપુરા તેમજ અન્ય અધિકારીઓશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતા.
મંત્રીશ્રીએ જસદણ નગરપાલિકા પ્રમુખશ્રી જીતેન્દ્રભાઈ છાયાણી તેમજ ઉપસ્થિત સૌ સભ્યોને વિવિધ વિભાગના સંકલનમાં રહીને વોર્ડ વાઇઝ સ્થાનિક મુદ્દાઓના ઉકેલ બાબતે ચર્ચા કરવા જણાવ્યું હતું.







