BANASKANTHAKANKREJ

જાગીરદાર સમાજ ધર્મગુરૂ ગાદી દેવદરબાર જાગીર મઠના મહંતશ્રી બે મહિના મૌન અનુષ્ઠાન માટે પ્રયાણ કર્યું.

કાંકરેજ તાલુકાના દેવદરબાર ખાતે આવેલ જાગીરદાર સમાજ ની ધર્મગુરૂ ગાદી શ્રી દેવદરબાર જાગીર મઠના મહંત પરમ પૂજ્ય ૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથજીબાપુ ગુરૂશ્રી વસંતનાથજીબાપુ ગત તા.૦૬/૦૭/૨૦૨૪ ને શનિવારના સાંજે શ્રી નકલંક ભગવાન તથા ગુરૂજનોની સમાધિ સ્થળે દર્શન કરી દેવદરબાર ખાતેથી વિદાય લઈ શ્રી ઓગડ થળી ખાતે પ્રયાણ કર્યું હતું.આજે અષાઢી બીજ ના શુભ દિવસે શ્રી ઓગડ થળી ખાતે ગાય માતાના દૂધ સિવાય બીજી કોઈ વસ્તુનું સેવન કર્યા વગર મૌન વ્રત ધારણ કરી અષાઢી બીજથી શ્રાવણવદ અમાવાસ્યા (દીવાસા) સુધી એટલે કે બે મહિના આ રીતે મૌન ધારણ કરી અનુષ્ઠાન કરશે એટલે આ બે મહિના બાપુ કોઈ સ્થળે આમંત્રણ સ્વીકાર કરી જશે નહી, ભાવિક ભક્તોએ આ સમય દરમ્યાન આમંત્રણ માટે કે બીજી રીતે ફોન કરવો નહિ.ચોમાસુ ચાતુર્માસના બે મહિનાના મૌન અનુષ્ઠાન પર જતાં પહેલાં મહંતશ્રીએ ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Back to top button
error: Content is protected !!