BHARUCHJHAGADIYA

ઝઘડિયાના રાજપારડી ચાર રસ્તા નજીક દિશા સૂચક બોર્ડના અભાવે અર્તિકા કાર ડીવાઈડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો 

ઝઘડિયાના રાજપારડી ચાર રસ્તા નજીક દિશા સૂચક બોર્ડના અભાવે અર્તિકા કાર ડીવાઈડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો

સદ નસીબે ચાલક તેમજ કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો

 

અર્તિગા કારને ક્રેનની મદદથી નીચે ઉતરી ડીવાઈડર ઉપરથી રોડ પર લવાઈ

 

સરદાર પ્રતિમા ધોરી માર્ગ ઉપર દિશા સૂચક બોર્ડ લગાવા લોક માંગ.

 

 

ઝઘડીયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક ગતરાત્રીના 10 વાગ્યાના સુમારે ઝઘડિયા તરફથી આવતી કાર સ્ટેટ હાઈવેના માર્ગ પર દિશા સૂચક બોર્ડના અભાવે સીધી ડીવાઈડર ઉપર ચઢી ગઈ હતી, સદનસીબે ચાલક તેમજ કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો, ઝઘડીયાથી પસાર થતા સરદાર પ્રતિમાને જોડતો રાજ્ય ધોરીમાર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જવાથી આ માર્ગ ખુબજ બિસ્માર બન્યો છે અને માર્ગ પર દિશા સૂચક બોર્ડના અભાવના કારણે અનેક વાહન ચાલકો ગુચવાય છે, સ્ટેટ હાઇવે પર ડીવાઈડરતો બનાવાયા છે પરંતુ કોઈપણ જાતના સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા નથી જેને લઇ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, તાકીદે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ પર કોઈ મોટો અકસ્માત થાય એ પેહલા દિશા સૂચક બોર્ડ લગાવે એવી લોક માંગ ઉઠવા પામી છે.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!