BUSINESS

વૈશ્વિક તેમજ સ્થાનિક પોઝિટિવ અસરે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૧૦.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૦૨૯ સામે ૮૨૧૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૦૮૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૬૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૦૬ સામે ૨૫૨૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૨૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૪૨૪ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકાએ ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધનો અંત લાવીને વિશ્વમાં એક સૌથી મોટી સમસ્યાનો ઉકેલ લાવતાં વૈશ્વિક સ્તરે શાંતિ અને સ્થિરતાના માહોલ સાથે સ્થાનિક સ્તરે સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટોમોબાઈલ તથા ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં માંગ વધવાની અપેક્ષા વચ્ચે ફંડોએ નવી ખરીદીએ ભારતીય શેરબજાર આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

યુક્રેન અને રશિયા વચ્ચે ખેલાઈ રહેલા જંગનો ઉકેલ ક્યારે લાવી શકાશે એ અનિશ્ચિત હોવાથી અને બીજી તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવા લાગતાં અને ચાઈના પણ તાઈવાન મામલે ફરી આક્રમક બન્યું હોઈ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત હોવા છતા ભારતીય શેરબજારમાં ફંડોએ સતત તેજીનો વેપાર કર્યો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ચીન તથા અમેરિકા વચ્ચે નવેસરની વેપાર તાણને કારણે ઊભી થયેલી આર્થિક અનિશ્ચિતતા અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત આવવાની શકયતા મજબૂત બની રહેતા સ્થાનિક ચલણને ટેકો આપવા આરબીઆઈ દ્વારા હસ્તક્ષેપના અહેવાલો વચ્ચે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં સુધારો થયો હતો, જયારે ક્રુડઓઇલમાં આવતા વર્ષે માંગ કરતા પૂરવઠો વધુ રહેવાના ઈન્ટરનેશનલ એનર્જીના અહેવાલને પગલે ક્રુડઓઈલના ભાવોમાં નરમાઈ જોવા મળી હતી.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સર્વિસીસ, યુટીલીટી, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ વધ્યા હતા, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૫૯ અને વધનારની સંખ્યા ૨૫૦૩ રહી હતી, ૧૬૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બજાજા ફાઈનાન્સ ૪.૦૩%, બજાજા ફિનસર્વ ૩.૧૦%, એશિયન પેઈન્ટ્સ ૨.૪૮%, લાર્સન લિ. ૨.૨૩%, ટ્રેન્ટ લિ. ૨.૧૯%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૬%, ઈટર્નલ લિ. ૧.૯૩%, અદાણી પોર્ટ્સ ૧.૮૭%, ટાટા સ્ટીલ ૧.૬૧% અને બીઈએલ ૧.૪૯% વધ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ ૧.૨૦%, ઈન્ફોસિસ લિ. ૧.૦૭%, એક્સિસ બેન્ક ૦.૬૫%, ટેક મહિન્દ્ર ૦.૬૨%, કોટક બેન્ક ૦.૨૪%, મારુતિ સુઝુકી ૦.૨૨% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૦૭% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૨૨ લાખ કરોડ વધીને ૪૬૩.૮૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૩ કંપનીઓ વધી અને ૭ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર માટે તહેવારોની સીઝન સામે તેજીભર્યો માહોલ જોવા મળવાની સંભાવના છે. સૌથી મોટી રાહત એ છે કે મોંઘવારી સતત નિયંત્રિત બની રહી છે, જેમાં સપ્ટેમ્બરમાં સીપીઆઈ ફુગાવો ૧.૫૪% નોંધાયો છે, જે છેલ્લા ૮ વર્ષમાં સૌથી નીચો સ્તર છે. આ સાથે જથ્થાબંધ ફુગાવો પણ ઘટીને ૦.૧૩% પર પહોંચ્યો છે. જીએસટી સુધારાના કારણે ખાણીપીણી, ફેક્ટરી પ્રોડક્ટ્સ અને અન્ય ઘણી ચીજવસ્તુઓની કિંમતો ઘટી હોવાને કારણે ગ્રાહકોની ખપત વધવાની શક્યતા છે. ઓછા ખર્ચ અને વધતી ખરીદીની સક્રિયતા બજારમાં ખરીદી માટે રોકાણકારોનું આત્મવિશ્વાસ વધારશે, જે શેરબજારમાં તેજી લાવશે.

વિશ્વ વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય માન્યતા પણ ભારતીય શેરબજાર માટે સકારાત્મક સંકેતો આપે છે. ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થવાની શક્યતા છે, જે નિકાસમાં વધારો અને રોજગારી સર્જન કરશે. તેમજ IMF દ્વારા ભારતના આર્થિક મૂલ્યાંકન અને તેની સ્થિરતા નોંધવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય રોકાણકારોમાં વિશ્વાસ વધારશે. આ બધું મળીને શેરબજારમાં નવા રોકાણ અને તેજી માટે સારો માહોલ તૈયાર કરે છે, જે આગામી તહેવારીઓની સીઝનમાં બજારને સપોર્ટ આપશે.

તા.૧૬.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

  • તા.૧૫.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૪૨૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૨૫૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૪૭૪ પોઈન્ટ થી ૨૫૫૩૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૦૧ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૮૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૨૨ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૮૦ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૬૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૪૫ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૯૩ થી રૂ.૧૪૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • એક્સીસ બેન્ક ( ૧૧૭૬ ) :- રૂ.૧૧૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૧૩૦ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૮૯ થી રૂ.૧૨૦૨ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
  • જીન્દાલ સ્ટીલ ( ૧૦૦૬ ) :- આયરન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૯ થી રૂ.૧૦૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૭૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • એસબીઆઈ કાર્ડ્સ ( ૯૨૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૯૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૩૭ થી રૂ.૯૪૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • સિપ્લા લિ. ( ૧૫૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૮૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૫૦ થી રૂ.૧૫૪૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
  • ઈન્ફોસીસ લિ. ( ૧૪૬૩ ) :- રૂ.૧૪૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૯૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૩૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૦૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૧૧ ) :- પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૫૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૯૭ થી રૂ.૧૦૮૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • અદાણી ગ્રીન ( ૧૦૫૧ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૧૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૯૩ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • એચડીએફસી બેન્ક ( ૯૮૩ ) :- રૂ.૧૦૦૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૭૦ થી રૂ.૯૫૫ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Back to top button
error: Content is protected !!