

દર અષાઢી બીજ તો ઉજવાય છે પરંતુ આ વર્ષે ગામના લોકો દ્વારા ખીમદાસબાપુ ની જગ્યામાં જે ધર્મસ્તંભ હતો તે જર્જરિત થતા ગામ લોકોના સહયોગથી નવનિર્મિત ધર્મ સ્તંભ ઉભો કરવામાં આવ્યો. ધર્મ સ્તંભ ૫૧ ફૂટ ઉંચો અને પંચધાતુ માંથી બનાવવામાં આવ્યો હતો. ધર્મ સ્તંભ સાયલા ની પ્રખ્યાત લાલજી મહારાજ ની જગ્યાના મહંત પૂજ્ય દુર્ગાદાસબાપુ ના હસ્તે વિધિવત રીતે ઉભો કરવામાં આવ્યો હતો. દુર્ગાદાસબાપુ દ્વારા પ્રસંગોપાત પ્રવચન તથા ઉપદેશ આપ્યો હતો. હજારોની સંખ્યામાં માનવ મહેરમણ દર્શન કરવા આવ્યું હતું.ચોકડી ગામલોકો માં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા


