
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસાના હફસાબાદ ગામે ખેતરમાંથી મહાકાય અજગર પકડાયો, જીવદયા પ્રેમી દયા ફાઉન્ડેશન દ્વારા રેસ્ક્યુ કરાયું
હાલ ચોમાસાની ઋતુ છે અને અવનવા ઝેરી જાનવર જોવા મળતા હોય છે જેમાં અજગર થી લઇ ને સાપ સહીત અનેક જીવ જંતુ જોવા મળતા હોય છે ત્યારે મોડાસાના હફસાબાદ ગામે એક ખેડૂતના ખેતરમાં મહાકાય અજગર જોવા મળ્યો હતો જેને લઇ ખેડૂત એ જીવદયા પ્રેમી દયા ફાઉન્ડેશનો સંપર્ક કર્યો હતો અને તાત્કાલિક ટિમ પોહચી હતી અને ખેતરમાં આવી પોહચેલા આશરે દસ ફુટ જેટલા અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો





